ચીનના વૈજ્ઞાનિકોનો અજીબોગરીબ દાવો- ભારતને કારણે વિશ્વભરમાં ફેલાયો કોરોના વાઇરસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-28 15:17:50
  • Views : 550
  • Modified Date : 2020-11-28 15:17:50

    ચીનના અમુક વૈજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે કોરોના વાઈરસ સૌથી પહેલા ભારતમાં ફેલાયો હતો. ધ સનના રિપોર્ટ મુજબ, શાંઘાઈ ઈસ્ટિટ્યૂટ ફોર બાયોલોજિકલ સાયન્સીસના વૈજ્ઞાનિકોએ એક રિસર્ચ પેપરમાં કહ્યું છે કે ડિસેમ્બર 2019માં વુહાનમાં કોરોનાના કેસ સામે આવ્યા પહેલાં વાઈરસનું અસ્તિત્વ ભારતમાં હતું. જોકે એની વાઈરસ ફેલાવાની થિયરી વિવાદાસ્પદ છે. ચીનના વૈજ્ઞાનકોની આ થિયરીનો રિવ્યૂ બીજા વૈજ્ઞાનિકોએ કર્યો નથી.શાંઘાઈ ઈન્સ્ટિટ્યૂટ ફોર બાયોલોજિકલ સાયન્સીસના વૈજ્ઞાનિકોએ આ વિવાદાસ્પદ દાવો કરતાં કહ્યું છે કે વાઈરસ ભારત કે પછી બાંગ્લાદેશથી ફેલાયો હશે. ધ લોન્સેટ મેડિકલ જર્નલની પ્રિન્ટ પ્લેટફોર્મ SSRN.Com પર ચીનના વૈજ્ઞાનિકોના રિસર્ચ પેપરને પ્રકાશિત કરાયું છે.

    ચીનના વૈજ્ઞાનિકોએ 17 દેશના કોરોના વાઈરસ સ્ટ્રેન પર રિસર્ચ કરીને આ પેપર પ્રકાશિત કર્યું છે. રિસર્ચનું નેતૃત્વ ડો. શેન લિબિંગે કર્યું છે. રિસર્ચમાં દાવો કરાયો છે કે ભારતમાં યુવાનો વધુ હોવાથી, ખરાબ હવામાન અને દુષ્કાળને કારણે આવી સ્થિતિ સર્જાય હશે, જેનાથી આ વાઈરસ માણસોમાં પહોંચ્યો હશે.આ રિસર્ચમાં ચીનના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે એવા સંકેતો મળ્યા છે કે વુહાનમાં વાઈરસનો કેસ સામે આવ્યાના ત્રણ-ચાર મહિના પહેલાં એ ભારતમાં ફેલાયો હતો. જોકે ભારતીય વૈજ્ઞાનિકોએ આ દાવાને ફગાવી દીધો છે.વાસ્તવમાં ચીન પોતાના શહેરથી કોરોના ફેલાયો હોવાના આરોપને બીજા દેશ પર નાખવા માગે છે. આ પહેલાં ચીનના અમુક અધિકારીઓ કહી ચૂક્યા છે કે કોરોના વાઈરસ અમેરિકાથી વુહાન આવ્યો છે. ચીનનો આ આરોપ પણ ખોટો છે.

Download Our B K News Today App



Related News