પાલનપુર સિવિલ હોસ્પિટલના સફાઇ કામદારોને પગાર ન મળતા હડતાલનું શસ્ત્ર ઉગમ્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-01 11:43:31
  • Views : 441
  • Modified Date : 2019-06-01 11:43:31

પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સફાઇ કામદારોને નિયમિત પગાર ન ચૂકવાતો હોઈ શુક્રવારે ભૂખ હડતાળ પર ઉતરી જતા ભારે ઉત્તેજના પ્રસરી ગઈ હતી. હડતાલને પગલે સિવિલ હોસ્પિટલની સફાઈ કામગીરી કથળી ગઈ હતી. પાલનપુર શહેરમાં આવેલી જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં જિલ્લાભરમાંથી દર્દીઓ સારવાર અર્થે આવે છે. તેમાં દર્દીઓને સારવાર આપી રહેલા સ્ટાફ ઘણીવાર મનમાની કરતો હોવાની અને તબીબો દ્વારા નવા નિયમો ઘડીને દર્દીઓને તેમના સગાઓને હેરાનગતિ કરવામાં આવતી હોવાની વ્યાપક પ્રમાણમાં રાવ છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં જ ફરજ બજાવતા સફાઇ કામદારો સિવિલ હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડીને પગલે શુક્રવારે ભૂખ હડતાળ પર ઉતરી ગયા છે. આ અંગે તેમણે આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં કામ કરતા સફાઇ કર્મીઓ આજે ભૂખ હડતાળ પર ઉતરી ગયા હતા અને તેઓએ નિયમિત પગાર ન ચૂકવાતા હોવાથી ગાંધી ચિંધ્યા માર્ગે ઉતરવુ પડયું છે. બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ પાલનપુર સિવિલ હોસ્પિટલમા સફાઇ કામદારો સફાઇનો પગાર નિયમિત ન ચૂકવાતો હોવાની રાવ સાથે હડતાળ પર ઉતરી જતાં સિવિલ હોસ્પિટલની સફાઈ કામગીરી પણ કથળી ગઈ હતી.


Download Our B K News Today App



Related News