સિવિલ હોસ્પિટલ, સેક્ટર ૨૧ માર્કેટ બાદ હવે સેક્ટર ૭ માર્કેટમાં પણ ગંદકીમાં ગરકાવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-23 13:40:44
  • Views : 235
  • Modified Date : 2021-07-23 13:40:44

     મચ્છરજન્ય રોગોનો ફેલાવો કરતા ગાંધીનગરના મુખ્ય સેક્ટરોમાં ગંદા પાણી અને ગંદકી તંત્ર ગોર નિંદ્રામાં જાેવા મળી રહ્યું છે. સિવિલ હોસ્પિટલ, સેક્ટર ૨૧ માર્કેટ અને સેક્ટર ૭ માર્કેટમાં પણ હવે ગંદકીથી ખદબદેલા પાણી ભરેલું જાેવા મળી રહ્યું છે.  સિવિલ હોસ્પિટલ સેક્ટર ૨૧નું માર્કેટ અને હવે સેક્ટર ૭ના માર્કેટ પાસે ગંદકી ભરેલા પાણીના  ખાબોચિયા ગાંધીનગરમાં મચ્છરજન્ય રોગોને આમંત્રણ આપી હોય તેવા દ્રશ્યો નજર આવ્યા છે.  શું તંત્ર અને આરોગ્ય તંત્રની કોઈજ જવાબદારી નથી ?  શા માટે રોગોને આમંત્રણ આપે તેવી લાપરવાહી વર્તાવી જાેઈએ શા માટે ?  કોઈ જાતની દવાનો છંટકાવ પણ નથી કરવામાં આવતો કોઇ કાર્યવાહી નહીં તંત્ર તો અહી નિંદ્રાધીન અવસ્થામાં છે.  તંત્ર શુ રોગચાળો ફાટશે અને માથે પડશે ત્યાર બાદ કામ કરશે. હાલ ચોમાસુ ચાલી રહ્યું છે ત્યારે મચ્છર જન્ય રોગોનું પ્રમાણ પણ વધ્યું છે. એવામાં છેલ્લા એક જ અઠવાડિયામાં ત્રીજી જગ્યા એવી મળી જ્યાં મચ્છરોનો ઉપદ્રવ થાય તેવા ગંદા પાણી મળી આવ્યા જેમાં મચ્છરોના ઉપદ્રવ પણ મળી આવતા પાણી ભરાયેલા મળ્યા, પણ તંત્ર કોઈ કામગિરી કરવાના મૂડમાં ના હોય તેવું લાગી રહ્યું છે.

Download Our B K News Today App



Related News