ડીસા શહેરની બજારોમાં વરસાદી પાણીના નિકાલ માટે શહેર પ્રમુખે પાલિકાની ટિમ સાથે મુલાકાત કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-22 12:33:04
  • Views : 208
  • Modified Date : 2022-04-22 12:33:04

ડીસા શહેરની બજારોમાં વરસાદી પાણીના નિકાલ માટે શહેર પ્રમુખે પાલિકાની ટિમ સાથે મુલાકાત કરી

 

ડીસા નગરપાલિકામાં પાલિકા પ્રમુખ તરીકે ત્યારથી ભાજપના રાજુભાઈ ઠક્કરનું શાસન આવ્યું છે ત્યાંથી ડીસા શહેરમાં અનેક સમસ્યાનો નિકાલ આવી ગયો છે વર્ષોથી જે વિસ્તારમાં લોકો સુવિધાથી વંચિત હતા અને વર્ષોથી અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તેનું પાલિકા પ્રમુખ તરીકે રાજુભાઈ ઠક્કરે ચાર્જ સંભાળતાની સાથે જ સમસ્યાનો નિકાલ લાવવાની શરૂઆત કરી દીધી છે ત્યારે ડીસા શહેરની બજારમાં આવેલા લેખરાજ ચાર રસ્તા ખાડીયા વિસ્તાર અને ગાંધી ચોક વિસ્તારમાં દર વર્ષે ચોમાસામાં વરસાદના પાણીના કારણે જ્યારે બાજુ વરસાદી પાણી ભરાઇ જતા હોય છે જેના કારણે અહીં આવતા વેપારીઓ અને ગ્રાહકોને વરસાદી પાણીના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ખાસ કરીને સૌથી વધુ ખાડિયા વિસ્તારમાં વરસાદી પાણી ભરાય છે જેના કારણે અહીં આવતા ગ્રાહકોને વરસાદી પાણી માંથી પસાર થવું પડતું હતું અનેકવાર વરસાદી પાણીના કારણે નાના મોટા અકસ્માતો પણ સર્જાય છે ત્યારે આ સમસ્યાના કાયમી નિકાલ માટે આજે ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કરે નગરપાલિકાની ટીમ સાથે આ તમામ વિસ્તારોની રૂબરૂ મુલાકાત કરી હતી જે બાદ ચોમાસામાં ભરાતા વરસાદી પાણીનો કાયમી નિકાલ આવે તે માટે પણ પાલિકાની ટીમ સાથે રાખી સર્વે કરવામાં આવ્યો હતો આજે ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કરે વેપારીઓ સાથે બેઠક કરતાં વેપારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી વરસાદી પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે ભારે હાલાકી પડી રહી છે ત્યારે જો નગરપાલિકા દ્વારા આ પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવે તો દર વર્ષે ચોમાસામાં પડતી તકલીફો દૂર થઇ શકે તેમ છે ત્યારે નગરપાલિકાના પ્રમુખે પણ આ તમામ વેપારીઓને બાંહેધરી આપી હતી કે ચોમાસા પહેલા આ તમામ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા થઈ જશે જેથી ડીસા શહેરના તમામ વેપારીઓએ ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કરનો આભાર વ્યક્ત કર્યો હતો.

Download Our B K News Today App



Related News