અમદાવાદના પાલડી મ્યુઝિયમ અને પતંગ મ્યુઝિયમ જોવા માટે નાગરિકોને હવે પૈસા ચૂકવવા પડશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-17 14:37:35
  • Views : 268
  • Modified Date : 2021-03-17 14:37:35

    નાગરિકો અમદાવાદ શહેરની ઓળખ અને જૂના સંસ્મરણો તેમજ યાદોને નિહાળી શકે તેના માટે પાલડી ખાતે મ્યુઝિયમ, સંસ્કાર કેન્દ્ર અને પતંગ મ્યુઝિયમ આવેલું છે જેને જોવા માટે વર્ષોથી નાગરિકોએ કોઈ ફી ચૂકવવી પડતી ન હતી. પરંતુ હવે નાગરિકોએ પાલડી મ્યુઝિયમમાં જોવા જવું હોય તો ફી ચૂકવવી પડશે. આગામી ગુરુવારે ચેરમેન હિતેશ બારોટની આગેવાનીમાં મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં પાલડી મ્યુઝિયમ, સંસ્કાર કેન્દ્ર અને પતંગ મ્યુઝિયમમાં ફીનો દર નક્કી કરી તેને મંજૂરી આપવામાં આવશે.

    ગત કમિટીમાં નાના બાળકો માટે રૂ.10 મોટા વ્યક્તિઓ માટે રૂ.20 અને વિદેશીઓ માટે રૂ.50 ફી દર નક્કી કર્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ આ જ દર નવી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રાખવામા આવ્યા છે.આ ઉપરાંત પાલડી સંસ્કાર કેન્દ્રમાં મ્યુઝિયમના પહેલા માળે 3000 ચોરસ ફૂટની આર્ટ ગેલેરી આવેલી છે. આ આર્ટ ગેલેરીમાં શહેરના સાહિત્ય અને કલાકારોને કલા-સંસ્કૃતિના તેમજ વિવિધ વિષયો પર પ્રદર્શનો યોજવા માટે આર્ટ ગેલેરી ભાડે આપવામાં આવે છે. જે તે સમયે પ્રતિ દિન રૂ.200 (વીજળી-સફાઈ ખર્ચ સાથે) અને રૂ.1000 ડિપોઝીટ રકમ નક્કી કરાઈ છે. વર્ષોથી આ જ રકમમાં ભાડે આર્ટ ગેલેરી આપવામાં આવી છે. પરંતુ કોર્પોરેશનના મુજબ આ ભાડું અને ડિપોઝીટ હવે ખૂબ ઓછી છે માટે ભાડા અને ડિપોઝીટની રકમોમાં વધારો કરવાની દરખાસ્ત પણ સ્ટેન્ડિંગ કમિટીમાં મુકવામાં આવી છે. સૂત્રો મુજબ 200થી વધારી ભાડું 2000 કરાય તેવી શકયતા છે.

Download Our B K News Today App



Related News