આવતીકાલે રાજ્યના તમામ શિક્ષકો-વિદ્યાર્થીઓને 1 કલાક સફાઇકામમાં જોડાવવા પરિપત્ર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-09-30 16:57:02
  • Views : 109
  • Modified Date : 2023-09-30 16:57:02

2 ઓક્ટોબર 2014 ના રોજ ગાંધી જયંતિનાં દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જેનાં ભાગ રૂપે વડાપ્રધાને 1 લી ઓક્ટોમ્બરનાં રોજ સવારે 10 વાગ્યે સૌ એ સાથે મળી સ્વચ્છતા માટે 1 કલાક શ્રમદાન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. જેને લઈ રાજ્યનાં તમામ પ્રાથમિક શાળાઓનાં ડીઈઓને આદેશ કરવામાં આવ્યો છે.  તેમજ સાથે સાથે પરિપત્રમાં શિક્ષકો-વિદ્યાર્થીઓને સફાઈ કામમાં જોડાવા પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે.રાજ્યની પ્રાથમિક શાળાઓમાં રવિવારે સફાઇ કરવા તમામ DEOને આદેશસ્વચ્છતા અભિયાન અંતર્ગત શિક્ષકો અને વિદ્યાર્થીઓને રવિવારે સફાઈનું ફરમાન કરવામાં આવ્યું છે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં રવિવારે સફાઈ કરવા તમામ ડીઈઓને આદેશ કરવામાં આવ્યો છે. પહેલી ઓક્ટોમ્બરે શિક્ષકો-વિદ્યાર્થીઓને 1 કલાક સફાઈ કામમાં જોડાવા પરિપત્ર કરવામાં આવ્યો છે.  ત્યારે રવિવારે સવારે 10 થી 11 કલાક દરમિયાન શાળામાં સફાઈ કરવાની જાહેરાત કરવામાં આવી છે. શાળાનાં પ્રાંગણ, અગાશી અને શાળાની આસપાસ સફાઈ માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.

 

Download Our B K News Today App



Related News