થરાદ ખાતે કૃષિ મહાવિદ્યાલય અને સીપુ પાઈપલાઈન યોજના લાવવા માટે પરબતભાઈ પટેલની મહેનત અને ભગીરથ ફાળો રહ્યો છે વિજયભાઈ રૂપાણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-17 10:51:46
  • Views : 345
  • Modified Date : 2020-02-17 10:51:46

થરાદ ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલના
અધ્યક્ષસ્થાને સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ
યુનિવર્સિટી કૃષિ મહાવિદ્યાલય સંકુલનું લોકાર્પણ તેમજ કૃષિ સંમેલન- વ-કૃષિ પદર્શન કરવામાં આવ્યું. તથા
થરાદ-સીપુ પાઈપલાઈન
યોજનાનો શુભારંભ મહાજનપુરા ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવમાં આવ્યો.
આ ભવ્ય કાર્યક્રમમાં દશ હજારથી વધુ લોકો હાજર રહ્યા. તેમજ ભાજપ સરકારની તમામ ખેડૂતોને લગતી
યોજનાઓ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી. બનાસકાંઠામાં કૃષિ ક્ષેત્રે અવનવી અદ્યતન તજજ્ઞતાઓ
અપનાવી નામ દાખલ કર્યુ છે. તેમજ થરાદ તાલુકાએ બાગાયત રીતે ઘણું પ્રદાન કર્યુ છે. જેમાં મુખ્યમંત્રીને થરાદ તાલુકામાં બનતી બાગાયતી પાક જેવા કે સ્ટ્રોબેરી, દાડમ, સીતાફળ, દેશી ઘંઉ, ખારેક, જામફળ, ડ્રેગ્ન ફુડ, બોર જેવા ફળો ભેટ રૂપે આપ્યા. તેમજ થરાદ ખાતે કૃષિ કોલેજ મંજુર કરવા માટે સાંસદ પરબતભાઈ પટેલનો ભગીરથ ફાળો રહ્યો છે. સરકાર દ્વારા નવિન કૃષિ સંકૂલના નિર્માણ માટે શહેર નજીક થરાદ-ઢીમાં રોડ ઉપર નર્મદાના કિનારે ર૦૦ હેક્ટરમાં ૩૬ કરોડના ખર્ચે કૃષિ કોલેજ, કુમાર છાત્રાલય, કન્યા છાત્રાલય, એકેડમી, ઓડીટોરીયમ, ભોજનાલય તેમજ રમત-ગમતની વ્યવસ્થાથી આધુનિક ઉભુ કરવામાં આવ્યું છે. મુખ્ય મંત્રીનું  સન્માન સ્વાગત તાલુકા વેચાણ સંઘ જીવરાજબાની ટીમ, ખેતીવાડી ઉત્પન બજાર સમિતિની ટીમ જેમાં શૈલેષભાઈ પટેલ, ભેમજીભાઈ પટેલની ટીમ, થરાદ તાલુકા ભાજપ સંગઠન રૂપશીભાઈ પટેલ, જેતશીભાઈ પટેલની ટીમ, થરાદ શહેર ભાજપ સંગઠન ચંપકલાલ ત્રિવેદી, ચોથાભાઈ રબારી, જેઠાભાઈની ટીમ, નગરપાલિકા થરાદ લવજીભાઈ વાણીયા, અર્જુનસિંહ વાઘેલાની ટીમ, યુવા મોર્ચા થરાદ  પ્રવીણભાઈ માળીની ટીમ, મહિલા મોર્ચા કોકીલાબેન પ્રજાપતિની ટીમ, તેમજ લાયન્સ ક્લબ અજયભાઈ ઓઝા, હિતેશભાઈ પ્રજાપતિની ટીમ, તાલુકા સરપંચ એસોસિએશન કાળુભાઈ પટેલની ટીમ, થરાદ તાલુકા આશાવર્કર, આંગણવાડી મહિલા ટીમ દ્વારા વિવિધ સન્માન કરવામાં આવ્યું. તેમજ આ કાર્યક્રમમાં સાંસદ પરબતભાઈ પટેલ, કિર્તીસિંહ વાઘેલા, કેશાજી ચૌહાણ, શશીકાન્ત પંડ્યા, માવજીભાઈ પટેલ, મગનલાલ માળી, કૃષિ યુનિવર્સીટીના ચેરમેન આર.કે.પટેલ, સિંચાઈ વિભાગના જાદવજી, બ.કાં કલેક્ટર સેંગલ, જિલ્લા વિકાસ અધિકારી થરાદ કલેક્ટર વી.સી.બોડાણા, થરાદ મામલતદાર ભગોરાજી, ખેતી નિયામક એમ.જી.ઉપલાણા વિસ્તરણ ખેતી અધિકારી ભરતભાઈ પટેલ તેમજ તમામ અધિકારી અને પદાધિકારીઓ હાજર રહી કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા.


Download Our B K News Today App



Related News