થરાદ બસ સ્ટેશનમાં આવેલા કેન્ટીનને એસટી નિગમ દ્વારા સીલ મરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-04 11:54:02
  • Views : 1667
  • Modified Date : 2020-11-04 11:54:02

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ
પાલનપુર વિભાગ દ્વારા થરાદ બસસ્ટેશનમાં આવેલી દુકાનોને  દર વર્ષે ટેન્ડર દ્વારા પરવાનો
આપવામાં આવે છે. જેમાં થરાદના બસસ્ટેશન આવેલા કેન્ટીનનો પરવાનો કે.એસ.ગોમતીને
આપેલો હતો. પરંતુ છેલ્લા છ મહિનાની ભાડાની રકમ ના ચુકવતા એસટી નિગમ દ્વારા વારંવાર નોટીસો આપવામાં આવી હતી અને જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે ભાડાના રકમની ભરપાઈ કરવી, પરંતુ  કેન્ટીનના માલિકે નોટિસોને ગણકારી ન હોતી અને ભાડાની રકમની ભરપાઈ કરી ન હતી. આથી  થરાદ એસટી ડેપો નિગમ દ્વારા પંચોની હાજરીમાં એસ.ટી.નો પરવાનો પરત લઇને એસ.ટી. કેન્ટીનને સીલ મારી દીધો હતો. તેમજ તેના માલિકને પણ સૂચના આપવામાં આવી હતી કે તાત્કાલિક ધોરણે ભાડાની રકમ ભરી દેવી નહિંતર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News