CID ક્રાઇમે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં 17 સ્થળો પર વિઝા કન્સલ્ટન્સી ઓફિસોમાં એક સાથે દરોડા પાડ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-25 12:14:26
  • Views : 79
  • Modified Date : 2023-12-25 12:14:26

CID ક્રાઇમે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં 17 સ્થળો પર વિઝા કન્સલ્ટન્સી ઓફિસોમાં એક સાથે દરોડા પાડ્યા હતા. વિઝા કન્સલટન્સીની ઓફિસમાં દરોડાના કેસમાં વધુ એક વિઝા ઓફિસના માલિક સહિત 5 એજન્ટ સામે ગુનો દાખલ થયો છે. આ આરોપીઓ આઉસ સોર્સ ઇન્ડિયા ઓફિસમાં ગેરકાયદે વિઝાની પ્રોસેસ કરતા હતા.આ કેસમાં ગાંધીનગરના દીપક પટેલ, સ્નેહલ પટેલ સામે ગુનો નોંધાયો છે. તો અમદાવાદના નિરવ મહેતા, અનિલ મિશ્રા સામે ગુનો દાખલ થયો છે. દિલ્હીના એજન્ટ અમરપૂરી વિરૂદ્ધ પણ ગુનો નોંધાયો છે. તો આ કેસમાં આરોપીઓ પાસેથી બોગસ એક્સ્પિરિયન્સ લેટર અને માર્કશીટ જપ્ત કરવામાં આવી છે. આરોપીઓ દિલ્હી, કાનપુર, છત્તીસગઢ, હૈદરાબાદ, વારાણસી યુનિવર્સિટીની માર્કશીટ બનાવતા હતા. દીપક અને સ્નેહલ પટેલ 60 હજારથી સવા લાખ રુપિયામાં ડીલ કરતા હતા.અમુક રકમ રોકડમાં અને બાકીની રકમ એજન્ટ મારફતે સ્વીકારતા હતા.

Download Our B K News Today App



Related News