વડગામ તાલુકામાં ભાજપ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચારના કર્યો શ્રી ગણેશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-10 07:31:12
  • Views : 671
  • Modified Date : 2019-04-10 07:31:12

ભાજપ કોંગ્રેસના ઉમેદવારો દ્વારા વડગામ તાલુકાના ગામડાઓમાં ચૂંટણીનો પ્રચાર શરૂ કરાયો છે જેમાં ભાજપ દ્વારા પાંચડા, સિસરાણા,જલોતરા સહિતના ગામડાઓમાં ચૂંટણીના શ્રી ગણેશ કર્યા હતા. સામે કોંગ્રેસ દ્વારા પણ કાલેડા, જલોતરામાં સભા યોજાઈ હતી. જેમાં ભાજપના ચૂંટણી પ્રચાર કાર્યક્રમમાં લોકોની પાંખી હાજરીથી ભાજપ આગેવાનોમાં ચિંતાઓ વધારી રહી છે.
કોંગ્રેસના ઉમેદવાર જગદીશભાઈ ઠાકોરને કાલેડા ગામમાં સભા યોજી હતી. જેમાં લોકોની ઉપસ્થિત જોઈને ગેલમાં આવી જઈને તેમની તેજાબી ભાષામાં ભાજપ સરકાર ઉપર માછલાં ધોયા હતા. ભાજપના ચૂંટણી પ્રચાર કાર્યક્રમમાં લોકો કરતાં કાર્યકરોની ફોજ વધુ જોવા મળતી હતી. જેને લઈને ભાજપની છાવણીઓમાં વધી રહી છે. જ્યારે કોંગ્રેસના આગેવાનો અત્યારથી ગેલમાં આવીને હરખાઈ રહ્યા છે. ભાજપના ચૂંટણી પ્રચાર કાર્યક્રમમાં પાટણ બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી તથા વડગામ માર્કેટયાર્ડના ચેરમેન
કે.પી.ચૌધરી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ વિજય ચક્રવતિ,  જિલ્લા પંચાયત ના સદસ્ય ફલજીભાઇ પટેલ, અશ્વિન સક્સેના, બાલકૃષ્ણ જીરાલા, તેમજ કોંગ્રેસ પ્રચારમાં પાટણ બેઠકના ઉમેદવાર જગદીશ ઠાકોર, હબીબ એવરા, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ માનસંગભાઇ ઉપલાણા, અજીતસિંહ હડીયોલ, બલદેવજી ઠાકોર સહિતના આગેવાનો જોડાયા હતા.
 

Download Our B K News Today App



Related News