ગેરરીતિની ફરિયાદો થતાં રજિસ્ટ્રાર દ્વારા તપાસ શરૂ થઈ હતી ડીસા તાલુકા સંઘની ચૂંટણી રદ થતાં રાજકીય ગરમાવો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-30 11:38:16
  • Views : 464
  • Modified Date : 2020-08-30 11:38:16

બનાસકાંઠાના વેપારી મથક અને રાજકીય એપી સેન્ટર ડીસામાં આવેલી ધી ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘ લિ. ની ચૂંટણી સોમવારની યોજાનાર હતી.પંરતુ અનિવાર્ય સંજોગોના કારણે હાલ પૂરતી ચૂંટણી બંધ રાખવાનો ર્નિણય લેતા રાજકીય ગરમાવો આવી ગયો છે.
બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં ખેડૂતોના હિત માટે અને ખેડૂતોની વિશ્વાસુ ગણાતી સંસ્થા ધી ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘ લિ. ના ચેરમેન અને વાઇસ ચેરમેનની ટર્મ પૂર્ણ થતાં ચૂંટણી યોજનાર હતી. અને જે માટે ૩૧ ઓગષ્ટના રોજ ડીસા માર્કેટયાર્ડ ખાતે ચૂંટણી યોજનાર હતી.
પંરતુ આ ચૂંટણી પહેલા જ ચેરમેન દશરથ દેસાઈ  અને મેનેજર ઈશ્વર દેસાઈ સામે ગેરનીતિની ફરિયાદો ઉઠી હતી. અને અને જે બાબતે જિલ્લા રજિસ્ટ્રારમાં તપાસ શરૂ થતાં રાજકીય ગરમાવો આવી જવા
પામ્યો હતો. અને ખેડૂતોની સંસ્થા સાથે થયેલ ગેરરીતિની તટસ્થ તપાસ થયા જે માટે ખેડૂતો માંગ ઉઠી હતી. જેના કારણે પણ હાલ પૂરતી ચૂંટણી મોકૂફ રખાઈ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જોકે હાલ ચૂંટણી અધિકારી અને ડીસા નાયબ કલેકટર એ અનિવાર્ય સંજોગોના કારણે ચૂંટણી મોકૂફ રાખી હોવાનું જણાવી પત્ર જિલ્લા રજિસ્ટ્રાર અને તાલુકા સંઘને મોકલી
આપેલ. જેથી હાલ પૂરતી આ ચૂંટણી મોકૂફ રખાઈ છે.
જોકે ડીસા તાલુકા સંઘ માં થયેલ ગેરરીતિ બાબતે અગાઉ રજૂઆતો થતા અને બોર્ડ ઓફ ડિરેક્ટરો પણ તટસ્થ તપાસની માંગ કરી રહ્યા છે સાથે ચેરમેન અને વાઇસ ચેરમેન બદલી વહીવટ સુધારવા ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા સમક્ષ પણ રજૂઆતો થઈ હતી. ત્યારે આવનાર સમયમાં
ગેરરીતીની તટસ્થ તપાસ થાય અને ચેરમેન-મેનેજર સામે કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News