પંચાયત-પાલિકાની ચૂંટણી સમયસર યોજાશે ઃ ચૂંટણી પંચ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-27 11:51:03
  • Views : 442
  • Modified Date : 2020-06-27 11:51:03

એક તરફ જયારે કોરોનાની મહામારીને કારણે તાલુકા–જિલ્લા પંચાયતો અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ પાછી ઠેલાશે તેવી અટકળો જોરશોરથી ચાલી રહી છે. તેવા સમયે ચૂંટણીપંચે ચોખવટ કરી છે કે, આ ચૂંટણીઓ તેના
નિર્ધારિત સમય અનુસાર એટલે કે, નવેમ્બરમાં જ યોજાશે. ચૂંટણીપંચે એવી સ્પષ્ટતા પણ કરી છે કે, આ ચૂંટણીઓ દરમિયાન કોરોના સંદર્ભે રાખવામાં આવતી તમામ પ્રકારની કાળજીનું ધ્યાન રાખવામાં આવશે. રાજ્યમાં ૬ મહાનગરપાલિકા અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગરમાં ચૂંટણી યોજાવવાની છે. આ સિવાય ૫૬ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત અને ૨૦૦ તાલુકા
પંચાયતમાં નવેમ્બર માસમાં ચૂંટણી યોજાવાની છે.
રાજ્ય ચૂંટણીપંચના પ્રવકતા અને સચિવ એમ.વી.જોષીના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચ નવેમ્બરમાં નિર્ધારિત સમયે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સ્થાનિક સ્વરાયની ચૂંટણીઓ યોજવા માટે તૈયાર છે. અત્યારે કોરોનાની મહામારીના કારણે આ ચૂંટણીઓ પાછી ઠેલવા અંગે કોઇ વિચારણા થતી નથી. દરમિયાન રાય ચૂંટણી પંચના અધિકારીએ કહ્યુ હતું કે ૨૦૨૦ના અતં સુધીમાં રાજ્યમાં છ જૂનાગઢ અને ગાંધીનગરને બાદ કરતા છ મહાનગરપાલિકા, ૫૬
નગરપાલિકા, ૩૧ જિલ્લા
પંચાયત અને ૨૩૦ તાલુકા
પંચાયતોની ચૂંટણી યોજવાની થાય છે. સરકાર અમને સૂચના આપે તે પછી અમે ચૂંટણીઓ યોજવાની પ્રક્રિયા શરૂ કરીશું. કોરોના સંક્રમણને કારણે ચૂંટણીઓ પાછી ઠેલાય તેવી સંભાવનાનો ઇન્કાર કરતા આ અધિકારીએ કહ્યુ હતું કે મહાનગરોમાં હદ વધારવાના નોટીફિકેશન પછી અમને એવું નથી લાગતું કે સ્થાનિક ચૂંટણીઓનો કાર્યક્રમ આવતા વર્ષ સુધી લંબાઇ શકે. અમારે ચૂંટણી કામગીરી માટે માત્ર બે થી અઢી મહિનાનો સમય જોઇએ છે જે અત્યારે તો પૂરતો છે. અમે સરકારના નિર્ણયની રાહ જોઇ રહ્યા છીએ.

Download Our B K News Today App



Related News