ડીસા, પાલનપુર, ભાભર પાલિકાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-25 11:08:55
  • Views : 401
  • Modified Date : 2021-01-25 11:08:55

ડીસા-પાલનપુર-ભાભર નગરપાલિકાની ચૂંટણીઓની ઘણા સમયથી ચર્ચા ચાલતી હતી સુપ્રિમ કોર્ટ અને
હાઈકોર્ટના આટાપાટામાંથી છેવટે ગુજરાત રાજ્ય સરકારને સમય સીમામાં મ્યુનિસિપલ કોર્પોરેશન તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી જાહેર કરવી પડી.  ગાંધીનગર ખાતે ચૂંટણી પંચના જણાવ્યા મુજબ ર૩/૦૧/ર૦૨૧થી જાહેરનામું ચૂંટણીનું ગણવું અને કોર્પોરેશન તેમજ પંચાયતીનો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો. ડીસા-પાલનપુર-ભાભર નગરપાલિકામાં ચૂંટણી લડવા માગતા ભાજપ અને કોંગ્રેસ તેમજ અપક્ષ તરીકે વોર્ડ વાઈઝ જાતિગત નેતા બનેલાઓને ખુબ જ તાલાવેલી લાગી છે. ઘણા સમયથી ચાતક નજરે ચૂંટણીની જાહેરાત થાય તેની રાહ જાેઈ રહ્યા હતા.
ડીસા-પાલનપુર-ભાભર નગરપાલિકાની ચૂંટણીના સંદર્ભે ભાજપે શરૂઆતથી જ કમર કસી રાખી હતી. કોંગ્રેસના આગેવાનો હજુ પણ ઊંઘમા જણાય છે. આ વખતે પાલિકામાં કોંગ્રેસ પોતાના
સિમ્બોલ સાથે ઉતરે છે કે દર વખતની જેમ સિમ્બોલ વગર જ ઉમેદવારો ઉતારશે. ડીસા શહેર અને પાલનપુર નગરપાલિકાના છેલ્લા દસ વર્ષથી ભાજપની બોડી બની છે ખરી પરંતુ યેન કેન પ્રકારે સત્તા વાંચ્છુઓ અને પૈસાના પૂજારીઓ ભાજપની બોડીને બરોબર ચાલવા દેતા નથી. જાે કે   ૨૦૧૫ માં ડીસા નગરપાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતીથી માત્ર બે સીટ જ દુર હતી. આથી પાંચ વર્ષમાં અપક્ષોના સહારાથી ભાજપે રાજ કર્યું. એમ પાલનપુરમાં ૨૩ ભાજપ અને ૨૧ અપક્ષ હતી. પાલનપુરમાં પાંચ વર્ષ ભાજપે રાજ કર્યુ. તાજેતરમાં ડીસા શહેરમાં ધારાસભ્યના વિરૂદ્ધમાં સંગઠન અને માળી સમાજના કથિત આગેવાનોએ વિરોધનો ઝંડો ઝાલ્યો  છે. ભાજપના મોવડી મંડળોએ
સંગઠનને યથાવત રાખ્યું છે. જેના કારણે ચૂંટણીના ટાઈમે શહેર સંગઠન વિરૂધ્ધ ધારાસભ્ય વિરૂધ્ધ માળી સમાજના કથિત આગેવાનો આવો ઘાટ ઘડાશે. મોવડી મંડળ આ ખેચતાણમાંથી કઈ બાજુ રસ્સો ખેચાશે તેનો તમાશો જાેઈ રહ્યું છે.
છેલ્લા ઘણા સમયથી શહેર સંગઠને ધારાસભ્યના વિરૂદ્ધમાં ધારાસભ્યની ચૂંટણી સમયથી કામગીરીના કર્યાના આક્ષેપો અને ધારાસભ્યની જાેહકુમીના આક્ષેપો સંગઠન તરફથી કરવામાં આવી રહ્યા છે. ભાજપ અને મિડીયામાં એમ બે નાવ ઉપર સવાર થયેલા માળી સમાજના આગેવાન જ્યારે લાભ લેવાનો હોય ત્યારે ભાજપ આગળ હાથ ફેલાવે છે અને એજ આગેવાન જ્યારે
ભાજપના વિરૂદ્ધમાં મિડીયામાં સતત ચિતરતા હોય છે. ૨૦૦૫ થી લઈ ૨૦૨૦
સુધીના ડીસા નગરપાલિકાના તમામ પ્રમુખોની વિરૂદ્ધમાં અને અત્યારે ધારાસભ્યની વિરૂદ્ધમાં સિલસિલાબંધ મિડીયામાં અહેવાલો આપે છે. ભાજપ જેવું સંગઠન અને પક્ષ મુક બનીને આ તમાશો જાેઈ રહ્યો છે. જેના કારણે નાના કાર્યકર્તાઓ ઉપર અને આમ પ્રજામાં ભાજપની છબી ખરડાય છે. આ  ચૂંટણીમાં આજ પરિસ્થિતિ રહે તો ભાજપ ડીસા નગરપાલિકા ગુમાવે એમા બે મત નથી. કારણ કે જે ટિકીટની ભલામણ ધારાસભ્ય કરશે તેને હરાવવા સંગઠન મેદાનમાં આવશે. અને સંગઠન જેની ભલામણ કરશે એના વિરૂદ્ધમાં ધારાસભ્યના ચાહકો હરાવવા નીકળશે. માળી સમાજના આગેવાનો તેમાંય ખાસ કરીને ભાજપ પક્ષમાં જ્યારે લેવાની વાત આવે ત્યારે પ્રથમ પોતે એવા મગનભાઈ માળી અને પ્રમુખ તરીકે પોતાની ટર્મ પુરી કરનાર પ્રવિણભાઈ માળી હજુ પણ પોતે પ્રમુખ હોય તેવા રૂવાબમાં રાચે છે અને આજે પણ ડીસા નગરપાલિકાના કર્મચારીઓને સીધા આદેશ આપવાની ચેષ્ટાઓ કરે છે. શહેર પ્રમુખ સંજયભાઈ બ્રહ્મભટ્ટ એ પણ નગરપાલિકાના કર્મચારીઓને પોતે પ્રમુખ હોય તે રીતનું વર્તન કરે છે. આમ, ભાજપના ડીસા શહેરના આગેવાનો કાર્યક્રતાના ખભા ઉપર ઉભા થયા છે. અને અત્યારે પોતાની અંદર એક સરમુખ્યતાર નેતા જીવાડે છે. ગત પાંચ વર્ષમાં ભાજપની ખેચતાણમાં ડીસા શહેરના ઘણા વિકાસના કાર્યો અટકયાં છે. ઘણા ભષ્ટ્રાચારો થયા છે. અને પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે. ભાજપ મોવડી મંડળે આ તમામ સમીકરણો ધ્યાનમાં રાખીને આગામી ચૂંટણીનું આયોજન કરવાનું રહેશે. સામે કોંગ્રેસનું
સંગઠન માત્ર કાગળ ઉપર રાચે છે. કોંગ્રેસ સંગઠન વર્ષમાં માત્ર રાજીવ ગાંધી જયંતિ, ઈન્દિરા ગાંધી જયંતિ, અને આંબેડકર જયંતિ સિવાયના કાર્યક્રમોથી આગળ વધતી નથી. રાજ્ય કક્ષાએ કે રાષ્ટ્રિય કક્ષાએ કોંગ્રેસના કાર્યક્રમોની ઝલક ડીસા-પાલનપુરમાં કયારેય જાેવા મળી નથી.  ડીસામાં કોંગ્રેસ એટલે ગોવાભાઈથી શરૂ થાય અને પ્રકાશ ભરતીયા સુધી પુરી થાય. આમ, કોંગ્રેસ કર્તા બન્ને શહેરોમાં પાલિકાની ચૂંટણીમાં અપક્ષો મજબુત દેખાય છે. ડીસા, પાલનપુર, ભાભર પાલિકાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ
 ડીસા પાલિકાની ચૂંટણીમાં હોદ્દેદારો અને ધારાસભ્યના વિખવાદો ભાજપને હરાવશે
 બી.કે.ન્યૂઝ, ડીસા
ડીસા-પાલનપુર-ભાભર નગરપાલિકાની ચૂંટણીઓની ઘણા સમયથી ચર્ચા ચાલતી હતી સુપ્રિમ કોર્ટ અને
હાઈકોર્ટના આટાપાટામાંથી છેવટે ગુજરાત રાજ્ય સરકારને સમય સીમામાં મ્યુનિસિપલ કોર્પોરેશન તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી જાહેર કરવી પડી.  ગાંધીનગર ખાતે ચૂંટણી પંચના જણાવ્યા મુજબ ર૩/૦૧/ર૦૨૧થી જાહેરનામું ચૂંટણીનું ગણવું અને કોર્પોરેશન તેમજ પંચાયતીનો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો. ડીસા-પાલનપુર-ભાભર નગરપાલિકામાં ચૂંટણી લડવા માગતા ભાજપ અને કોંગ્રેસ તેમજ અપક્ષ તરીકે વોર્ડ વાઈઝ જાતિગત નેતા બનેલાઓને ખુબ જ તાલાવેલી લાગી છે. ઘણા સમયથી ચાતક નજરે ચૂંટણીની જાહેરાત થાય તેની રાહ જાેઈ રહ્યા હતા.
ડીસા-પાલનપુર-ભાભર નગરપાલિકાની ચૂંટણીના સંદર્ભે ભાજપે શરૂઆતથી જ કમર કસી રાખી હતી. કોંગ્રેસના આગેવાનો હજુ પણ ઊંઘમા જણાય છે. આ વખતે પાલિકામાં કોંગ્રેસ પોતાના
સિમ્બોલ સાથે ઉતરે છે કે દર વખતની જેમ સિમ્બોલ વગર જ ઉમેદવારો ઉતારશે. ડીસા શહેર અને પાલનપુર નગરપાલિકાના છેલ્લા દસ વર્ષથી ભાજપની બોડી બની છે ખરી પરંતુ યેન કેન પ્રકારે સત્તા વાંચ્છુઓ અને પૈસાના પૂજારીઓ ભાજપની બોડીને બરોબર ચાલવા દેતા નથી. જાે કે   ૨૦૧૫ માં ડીસા નગરપાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતીથી માત્ર બે સીટ જ દુર હતી. આથી પાંચ વર્ષમાં અપક્ષોના સહારાથી ભાજપે રાજ કર્યું. એમ પાલનપુરમાં ૨૩ ભાજપ અને ૨૧ અપક્ષ હતી. પાલનપુરમાં પાંચ વર્ષ ભાજપે રાજ કર્યુ. તાજેતરમાં ડીસા શહેરમાં ધારાસભ્યના વિરૂદ્ધમાં સંગઠન અને માળી સમાજના કથિત આગેવાનોએ વિરોધનો ઝંડો ઝાલ્યો  છે. ભાજપના મોવડી મંડળોએ
સંગઠનને યથાવત રાખ્યું છે. જેના કારણે ચૂંટણીના ટાઈમે શહેર સંગઠન વિરૂધ્ધ ધારાસભ્ય વિરૂધ્ધ માળી સમાજના કથિત આગેવાનો આવો ઘાટ ઘડાશે. મોવડી મંડળ આ ખેચતાણમાંથી કઈ બાજુ રસ્સો ખેચાશે તેનો તમાશો જાેઈ રહ્યું છે.
છેલ્લા ઘણા સમયથી શહેર સંગઠને ધારાસભ્યના વિરૂદ્ધમાં ધારાસભ્યની ચૂંટણી સમયથી કામગીરીના કર્યાના આક્ષેપો અને ધારાસભ્યની જાેહકુમીના આક્ષેપો સંગઠન તરફથી કરવામાં આવી રહ્યા છે. ભાજપ અને મિડીયામાં એમ બે નાવ ઉપર સવાર થયેલા માળી સમાજના આગેવાન જ્યારે લાભ લેવાનો હોય ત્યારે ભાજપ આગળ હાથ ફેલાવે છે અને એજ આગેવાન જ્યારે
ભાજપના વિરૂદ્ધમાં મિડીયામાં સતત ચિતરતા હોય છે. ૨૦૦૫ થી લઈ ૨૦૨૦
સુધીના ડીસા નગરપાલિકાના તમામ પ્રમુખોની વિરૂદ્ધમાં અને અત્યારે ધારાસભ્યની વિરૂદ્ધમાં સિલસિલાબંધ મિડીયામાં અહેવાલો આપે છે. ભાજપ જેવું સંગઠન અને પક્ષ મુક બનીને આ તમાશો જાેઈ રહ્યો છે. જેના કારણે નાના કાર્યકર્તાઓ ઉપર અને આમ પ્રજામાં ભાજપની છબી ખરડાય છે. આ  ચૂંટણીમાં આજ પરિસ્થિતિ રહે તો ભાજપ ડીસા નગરપાલિકા ગુમાવે એમા બે મત નથી. કારણ કે જે ટિકીટની ભલામણ ધારાસભ્ય કરશે તેને હરાવવા સંગઠન મેદાનમાં આવશે. અને સંગઠન જેની ભલામણ કરશે એના વિરૂદ્ધમાં ધારાસભ્યના ચાહકો હરાવવા નીકળશે. માળી સમાજના આગેવાનો તેમાંય ખાસ કરીને ભાજપ પક્ષમાં જ્યારે લેવાની વાત આવે ત્યારે પ્રથમ પોતે એવા મગનભાઈ માળી અને પ્રમુખ તરીકે પોતાની ટર્મ પુરી કરનાર પ્રવિણભાઈ માળી હજુ પણ પોતે પ્રમુખ હોય તેવા રૂવાબમાં રાચે છે અને આજે પણ ડીસા નગરપાલિકાના કર્મચારીઓને સીધા આદેશ આપવાની ચેષ્ટાઓ કરે છે. શહેર પ્રમુખ સંજયભાઈ બ્રહ્મભટ્ટ એ પણ નગરપાલિકાના કર્મચારીઓને પોતે પ્રમુખ હોય તે રીતનું વર્તન કરે છે. આમ, ભાજપના ડીસા શહેરના આગેવાનો કાર્યક્રતાના ખભા ઉપર ઉભા થયા છે. અને અત્યારે પોતાની અંદર એક સરમુખ્યતાર નેતા જીવાડે છે. ગત પાંચ વર્ષમાં ભાજપની ખેચતાણમાં ડીસા શહેરના ઘણા વિકાસના કાર્યો અટકયાં છે. ઘણા ભષ્ટ્રાચારો થયા છે. અને પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે. ભાજપ મોવડી મંડળે આ તમામ સમીકરણો ધ્યાનમાં રાખીને આગામી ચૂંટણીનું આયોજન કરવાનું રહેશે. સામે કોંગ્રેસનું
સંગઠન માત્ર કાગળ ઉપર રાચે છે. કોંગ્રેસ સંગઠન વર્ષમાં માત્ર રાજીવ ગાંધી જયંતિ, ઈન્દિરા ગાંધી જયંતિ, અને આંબેડકર જયંતિ સિવાયના કાર્યક્રમોથી આગળ વધતી નથી. રાજ્ય કક્ષાએ કે રાષ્ટ્રિય કક્ષાએ કોંગ્રેસના કાર્યક્રમોની ઝલક ડીસા-પાલનપુરમાં કયારેય જાેવા મળી નથી.  ડીસામાં કોંગ્રેસ એટલે ગોવાભાઈથી શરૂ થાય અને પ્રકાશ ભરતીયા સુધી પુરી થાય. આમ, કોંગ્રેસ કર્તા બન્ને શહેરોમાં પાલિકાની ચૂંટણીમાં અપક્ષો મજબુત દેખાય છે.

Download Our B K News Today App



Related News