ન્યુ ગાંધીનગરમાં સમાવિષ્ટ રાયસણની પ્રમુખ સિગ્નેચર સોસાયટીએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-28 11:47:52
  • Views : 279
  • Modified Date : 2021-03-28 11:47:52

ગાંધીનગર મહાનગર
પાલિકામાં એક નગરપાલિકા સહિત ૧૮ નવા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં રાયસણ ખાતે આવેલી પ્રમુખ સિગ્નેચર સોસાયટી દ્વારા પ્રાથમિક સુવિધાઓના અભાવે ચૂંટણીનો બિષ્કાર કરવાની જાહેરાત બેનર લગાવી  કરી છે.
ન્યુ ગાંધીનગર ખાતે આવેલા રાયસણમાં પ્રમુખ સિગ્નેચર ઓનર્સ એસોસિએશન દ્વારા પ્રમુખ સિગ્નેચર સોસાયટી (એ અને બી) ની બહાર બેનર લગાવી ચૂંટણી બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. પ્રાથમિક સુવિધાઓના અભાવે સુવિધા નહીં તો વોટ નહીંના સૂત્ર સાથે ચૂંટણીનો બહિષ્કાર કરવાના છે. નર્મદાનું પાણી, સ્ટ્રીટલાઇટ અને સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ જાેવા મળતા સ્થાનિક રહીશો અકળાઈ ઉઠયા હતા. અને આખરે ચૂંટણી બહિષ્કાર કરવાની જાહેરાત કરી દેવાઈ હતી. નેતાઓના વાયદાઓ અને આશ્વાસનથી થકી ગયેલા મતદારોએ આખરે આ વિકલ્પ પસંદ કર્યો હતો. નવા ભળેલા વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસ માટે કપરા ચઢાણ છે. ત્યારે આવી જાહેરાતો
રાજકીય પાર્ટીઓના પરસેવો છોડાવી શકે છે.  એક બાજુ કોરોનાના કારણે અલગ-અલગ સંગઠનોની મતદાન નહી કરવાની અપીલ ચાલી રહી છે. ત્યારે બીજી બાજુ સુવિધાઓના અભાવે મતદારો પણ હવે અકળાઈ ઉઠયા છે. જેના ભાગરૂપે આવનારી મહાનગર
પાલિકાની ચૂંટણીમાં મતદાન ઓછું થાય તો નવાઇ નહીં. જાે મતદાન ઓછું થાય તો બધી જ પાર્ટીઓના એક્ઝિટ પોલ અને સમીકરણો
ઉપર પાણી ફરી શકે છે.

Download Our B K News Today App



Related News