ચૂંટણી પ્રસંગે સુવિધા આપવા અંગે પાલનપુર ખાતે બેઠક યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-12 06:26:25
  • Views : 477
  • Modified Date : 2019-04-12 06:26:25

 બનાસકાંઠાના દિવ્યાંગ મતદારો કોઇ મુશ્કેલી કે સૂચન અંગે દિવ્યાંગ મતદાતાઓ માટેના ઓબ્ઝર્વર  આર.એમ.જાદવનો સંપર્ક કરી શકશે. તેમનો ફોન નં. ૯૯૭૮૪ ૦૫૯૯૪ છે. તેમજ દિવ્યાંગ મતદારો બનાસકાંઠા જિલ્લાના નોડલ ઓફિસર-દિવ્યાંગ અને સમાજ સુરક્ષા અધિકારી મનિષ કે. જોષી ફોન નં. ૯૪૨૯૨ ૫૯૫૦૨ નો પણ પોતાની મુશ્કેલી કે સૂચન અંગે સંપર્ક કરી શકે છે.
  લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અન્વયે આગામી તા. ૨૩ મી એપ્રિલના રોજ ગુજરાતમાં મતદાન યોજાશે. મતદાન પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના દિવ્યાંગ મતદારોને જરૂરી સુવિધા સરળતાથી મળી રહે તે માટેપાલનપુર ખાતે ઓબ્ઝર્વર આર.એમ.જાદવના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. બેઠકમાં ઓબ્ઝર્વરે દિવ્યાંગ મતદારોને સુવિધા આપવા અંગે કરાયેલ આયોજનની સમીક્ષા કરી માર્ગદર્શન અને સૂચના આપતા અધિકારીઓને જણાવ્યું કે ચૂંટણી પ્રસંગે મતદાન માટે આવનાર દિવ્યાંગ મતદારોને કોઇ જ તકલીફ ન પડે અને સરળતાથી જરૂરી તમામ સુવિધા મળી રહે અને તમામ દિવ્યાંગ મતદારો મતદાન કરે તેવા સંનિષ્ઠિ પ્રયાસો કરીએ. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સંદિપ સાગલે દિવ્યાંગ મતદારોને મતદાન માટે આવવા-જવામાં કોઇ જ તકલીફ ન પડે અને તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પુરતી સુવિધાઓ
ઉપલબ્ધ બનાવવા ઉપયોગી માર્ગદર્શન અને સૂચના આપી હતી. નોડલ અધિકારી- દિવ્યાંગ અને સમાજ સુરક્ષા અધિકારી મનિષ જોષીએ જિલ્લામાં દિવ્યાંગો અંગેની વિગતો
આપતા જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં કુલ-૯,૩૨૯ દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે. દિવ્યાંગ મતદારો જે બુથ પર મતદાન કરવાના છે તેવા તમામ બુથો
પર વ્હીલચેર, રેમ્પ, રીલીંગ, સુગમ્ય ટોયલેટ તેમજ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે દરેક વિધાનસભા બેઠક વાઇઝ દિવ્યાંગ મતદાર સહાય વાન પણ ઉપલબ્ધ કરાવાશે. જેમાં સ્વંય સેવક, મેગ્નીફાઇડ ગ્લાસ વગેરે સુવિધાઓ આપવામાં આવશે. સમાજ સુરક્ષા અધિકારીએ કહ્યું કે દિવ્યાંગ મતદારો માટે સાથી સહાયક અને વ્હીલચેર સહાયક તરીકે વિધાનસભા બેઠકોના વિસ્તારોમાં આવેલ કોલેજોમાંથી એન.એસ.એસ.ના સ્વયંસેવકો સહાયરૂપ બનશે. જે માટે સંબંધિત કોલેજો સાથે સંપર્ક કરી સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. દિવ્યાંગ મતદારોની જાગૃતિ માટે જિલ્લામાં વિધાનસભા બેઠકોના વિસ્તારોમાં જાગૃતિ કાર્યક્રમોમાં પણ યોજવામાં આવ્યા છે.  
બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કર, અધિકારીઓ, કોલેજના પ્રોફેસરો, અંધજન મંડળ પાલનપુરના કો-ઓર્ડીનેટર વનરાજસિંહ ચાવડા, શ્રવણવાણી મૂકબધિર વિદ્યાલયના આચાર્ય પ્રહલાદભાઇ પંડ્‌યા, સમાજ કલ્યાણ અધિકારી લીંબાચીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


Download Our B K News Today App



Related News