પાટણ નગરપાલિકાની ખાસ સામાન્ય સભાની બેઠક રાધનપુર વિધાનસભાની ચૂંટણીને લઈ મુલતવી રખાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-11 11:36:02
  • Views : 384
  • Modified Date : 2019-10-11 11:36:02

પાટણ નગરપાલિકા ખાતે બુધવારના રોજ યુનિવર્સિટીમાં નગરપાલિકાના પ્રતિનિધિ તરીકે નિમણુંક કરાયેલા ભાજપના સેનેટ સભ્યને દૂર કરવા અને ૪ કમિટિઓમાં  ચેરમેનનો પદ સંભાળી રહેલા ભાજપના નગરસેવકોને દૂર કરવા  માટે મળેલી ખાસ સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવી હતી. પરંતુ પાલિકાના ઉપપ્રમુખે રાધનપુર વિધાનસભાની પેટા ચૂંટણી પછી આ બાબતે નિર્ણય કરવા પ્રદેશમાંથી સૂચના હોવાથી આ બેઠક મુલતવી રાખવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો  જેમાં કોંગ્રેસના કેટલાંક નગરસેવકોએ વિરોધ કર્યો હતો. ત્યારબાદ ભાજપ કોંગ્રેસના સભ્યોએ સર્વાનુમતે આ બેઠક મુલતવી રાખી હતી અને આગામી દિવસોમાં ફરી બેઠક બોલાવવા નિર્ણય કર્યો.
પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ લાલેશભાઇ ઠક્કરે ગતરોજ નિવેદન કર્યુ હતુ કે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટભાઇ પટેલની હેરાનગતિના કારણે કોંગ્રેસના ઠાકોર સમાજના બે નગરસેવકો ભવાનજી ઠાકોર અને ગીતાબેન દશરથજી ઠાકોર કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયા છે જેના કારણે પાર્ટીને મોટું નુકસાન થઈ રહ્યુ છે. તેમજ નગરપાલિકામાં છ કમિટિઓમાંથી ભાજપના સભ્યોને હટાવીને પાટીદાર સમાજના  નગરસેવકોને ચેરમેન બનાવવાની રણનીતિ તૈયાર કરી છે. જેના કારણે અન્ય સમાજના નગરસેવકોને મનદુઃખ થાય તેમ છે અને
પાર્ટીને ભવિષ્યમાં નુકસાન થવાની શક્યતા છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ લાલેશભાઈ ઠક્કરના આ નિવેદન બાદ કોંગ્રેસનો
આંતરિક કલેહ સપાટી પર આવી ગયો છે.  ત્યારે બુધવારે નગરપાલિકા ખાતે યુનિવર્સિટીમાં નગરપાલિકાના પ્રતિનિધિ તરીકે સેનેટ સભ્ય તરીકે નિમવામાં આવેલા ભાજપના નગરસેવક મનોજભાઈ પટેલને દૂર કરી નવા સભ્યની નિમણુંક કરવા, નગરપાલિકામાં ગ્રાન્ટની ફાળવણી કરવાની જવાબદારી પાલિકા પ્રમુખની છે. તે બદલીને ગ્રાન્ટ ફાળવણી કરવાની જવાબદારી પાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર ભરતભાઈ ભાટિયાને સોંપવા તેમજ ભાજપના નગરસેવકો ચેરમેન છે તેવી ચાર કમિટિઓ જેમાં બાંધકામ સમિતિના ચેરમેન ર્ડા. નરેશ દવેને દૂર કરી નવીન ચેરમેન તરીકે નીરવીબેન  પટેલની નિમણુંક કરવા વોટર વર્કસ સમિતિના ચેરમેન ધર્મેશ
પ્રજાપતિ જગ્યાએ ઉષાબેન
પટેલની નિમણુંક કરવા સ્વચ્છતા સમિતિના ચેરમેન ગોપાલભાઈ રાજપૂતની જગ્યાએ મધુભાઈ પટેલની નિમણુંક કરવા અને સ્ટ્રીટ લાઈટ કમિટિના ચેરમેન દિનેશભાઈ
પટણીની જગ્યાએ જશીબેન
પટેલની નિમણુંક કરવા માટે મળેલી ખાસ સામાન્ય સભાની બેઠકમાં શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને નગરપાલિકાના
ઉપપ્રમુખ લાલેશભાઈ ઠક્કરે કોંગ્રેસના તમામ નગરસેવકોને જણાવ્યું હતું કે પાર્ટીનો આદેશ છે કે હાલમાં રાધનપુર વિધાનસભાની ચૂંટણી ચાલી રહી હોય આ સભાની બેઠકની કાર્યવાહી મુલતવી રાખવાની છે અને આ આદેશનો તમામ કોંગ્રેસના નગરસેવકોએ પાલન કરવાનું છે.
ત્યારે આ બાબતે કોંગ્રેસના કેટલાંક નગરસેવકોએ વાંધો ઉઠાવ્યો હતો. તેમજ આગામી સભાની તારીખ નક્કી કરવા જણાવ્યું હતું. પરંતુ લાલેશ ઠક્કરે જણાવ્યું હતું કે પ્રદેશની સૂચના મુજબ તારીખ નક્કી કરવામાં આવશે.ત્યારે ભાજપ કોંગ્રેસના તમામ સભ્ય સર્વાનુમતે આ બેઠક મુલતવી રાખવાનો નિર્ણય કર્યો હતો જોકે આ સભા મુલતવી રાખવાના નિર્ણયને લઈ કોંગ્રેસના નગરસેવકોમાં બે જૂથ પડી ગયા છે અને આગામી સમયમાં નવાજૂની થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે .

Download Our B K News Today App



Related News