વધતા જતા કોરોના કેસથી જાેખમ ન લેવા સંગઠનની અપીલ ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી મોકૂફ રાખી વહીવટદાર નિમો ઃ મહાસંઘ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-19 12:03:16
  • Views : 283
  • Modified Date : 2021-03-19 12:03:16

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી આગામી સમયમાં યોજાવા જઇ રહી છે. જ્યારે બીજી બાજુ કોરોનાના કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ દ્વારા ચૂંટણી મોકૂફ રાખી વહીવટદારની નિમણૂંક કરવા માટે આવેદનપત્ર આપ્યા છે.
ગુજરાત રાજ્યમાં
તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ. જેમાં વધુ ભીડભાડમાં પ્રચાર પ્રસાર સાથે સભાઓ સંબોધવામાં આવતી હતી. જેના કારણે રાજ્યમાં કોરોનાની બીજી લહેર ચાલુ થઈ ગઈ છે. ગાંધીનગરમાં
પણ મહાનગર પાલિકાની ચૂંટણીના ઢોલ વાગવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજકીય પક્ષો દ્વારા અત્યારથી જ સ્વભાવ સંપર્કો બેઠકો શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે બીજી બાજુ કોરોનાના આંકડા જાેતાં ચૂંટણી હાલ ના યોજવી વધુ હિતાવહ રહે. શહેરના નાગરિકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા અને સલામતીની જાળવણી સંપૂર્ણ જવાબદારી સરકારની છે. જેમાં હાલની
પરિસ્થિતિને ધ્યાને લઈએ તો નગરપાલિકાની ચૂંટણી હાલ
પૂરતી મુલત્વી રાખી મહાનગર પાલિકામાં વહીવટદારની નિમણૂક કરવા માટે મહાસંઘે માંગ કરી છે.
ગાંધીનગર શહેરમાં મોટા ભાગે નિવૃત્ત કર્મચારીઓ અધિકારીઓ વસવાટ કરે છે. જેમાં સિનિયર સિટીઝનો વધારે હોવાથી કોરોના સંક્રમણના ડરથી ચૂંટણી સમયે મતદાનથી વંચિત રહી શકે છે. તેમજ ચૂંટણી ફરજ દરમિયાન ચૂંટણી સાથે સંકળાયેલા કર્મચારી-અધિકારીઓના પણ કોરોના સંક્રમિત અસરનો ભોગ બની શકે તેમ છે. તેમ છતાં પણ જાે સરકાર સમયસર ચૂંટણી યોજાશે તો કોરોનાની ગાઈડલાઈન અને નિયમોનું પાલન કરવું અઘરું બની રહેશે. તેમજ ભીડભાડવાળી સભાઓ, સરઘસો, ભોજન સમારંભો ખાનગી અને જાહેર સભાઓ યોજાશે. તેના કારણે શહેરની અંદર કોરોનાનો વિસ્ફોટ થઇ શકે તેમ છે. જેને ધ્યાને લઇ ચૂંટણી મોકૂફ રાખી નિમણૂંક કરવા માટે ગાંધીનગર શહેર વસાહતમાં સંઘ દ્વારા આવેદનપત્ર
આપવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News