'શું એક ચૂંટણી પરિણામે આપી દીધો કોઇની પણ હત્યાનો હક'

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-22 14:04:49
  • Views : 480
  • Modified Date : 2019-09-22 14:04:49

કોંગ્રેસ નેતા શશિ થરૂરે મૉબ લિંચિંગની ઘટનાઓ પર એક વખત ફરીથી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. શશિ થરૂરે કહ્યું કે પહલૂ ખાન પાસે ગાયને લઇ જવાનું લાયસન્સ હતું, પરંતુ એને પણ જૂથે મારી નાંખ્યા. શું ચૂંટણીના એક પરિણામે આ લોકોને એટલી તાકાત આપી છે કે એ કંઇ પણ કરી શકે છે, કોઇને પણ મારી શકે છે?

  • 6 વર્ષમાં મૉબ લિંચિંગના ઘણા મામલા સામે આવ્યા 
  • રામના નામ પર મારપીટ હિંદૂ ધર્મનું અપમાન 

કોંગ્રેસ નેતા શશિ થરૂરે મૉબ લિંચિંગની ઘટનાઓ પર એક વખત ફરીથી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. પૂનામાં એક કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા શશિ થરૂરે કહ્યું કે છેલ્લા છ વર્ષોમાં આપણે શું જોઇ રહ્યા છીએ? એમને કહ્યું કે પૂનામાં મોહસિન શેખ નામના શખ્સની હત્યાની સાથે આ સિલસિલો શરૂ થયો છે. ત્યારબાદ મોહમ્મદ અખલાકને મારી નાંખવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે એની પાસે બીફ હતું, પરંતુ બાદમાં એવી વાત સામે આવી હતી કે એની પાસે બીફ નહતું. જો એની પાસે બીફ હતું તો પણ એને મારી નાંખવાની પરવાનગી કોને આપી હતીશશિ થરૂરે કહ્યું કે પહલૂ ખાન પાસે ગાયને લઇ જવાનું લાયસન્સ હતું, પરંતુ એને પણ ભીડે મારી નાંખ્યા. શું ચૂંટણીના એક પરિણામે આ લોકોને એટલી બધી તાકાત આપી દીધી છે કે એ લોકો કંઇ પણ કરી શકે છે, કોઇને પણ મારી શકે છે. શશિ થરૂરે કહ્યું કે શું આ આપણું ભારત છે અને શું હિંદુ ધર્મ આવું કહે છે. એમને કહ્યું કે હું હિંદુ છું, પરંતુ આવા પ્રકારનો નહીં કે લોકોને જય શ્રી રામ કહેવા પર મારવામાં આવે છે.શશિ થરૂરે કહ્યું કે ભારત હવે એક એવો દેશ બની ગયો છે જ્યાં સહિષ્ણુતા માટે કોઇ જગ્યા નથી. એમને કહ્યું કે ભારતમાં રાજકારણનું ધૃવીકરણ થયું છે અને એના માટે ખાસ રીતે સત્તાધારી દળના કૃત્ય અને પસંદ જવાબદાર છે. 


Download Our B K News Today App



Related News