સ્થાનિક પાલિકાની ચૂંટણીમાં ધમધમાટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-29 11:40:49
  • Views : 308
  • Modified Date : 2021-01-29 11:40:49

સમગ્ર રાજ્યમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સામે આવી છે. વિધાનસભાની પેટા ચૂંટણીમાં સો ટકા વિજેતા બની સ્થાનિક ચૂંટણી પહેલાં એક જુસ્સો ભાજપના કાર્યકરોમાં આવી ગયો હતો. આથી વિપરીત કોંગ્રેસ આ પેટા ચૂંટણી પછી ડામાડોળ હાલતમાં જાેવા મળી હતી. આવી જ દશા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થાય એવું ભાજપના કેટલાક સ્થાનિક નેતાઓ વિચારી રહ્યા છે. પરંતુ પાલનપુર
નગરપાલિકાની ચૂંટણી ભાજપ માટે આ વખતે વધારે કપરી બનવાનું ભાજપના જ કેટલાક લોકો અંગત રીતે કહી રહ્યા છે.
પાલનપુર શહેરના ભાજપના આગેવાનો ભલે બહાર જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા ફરે છે પરંતુ હકીકત જાેવા માટે ગત ચૂંટણીના પરિણામો તરફ નજર નાખવી જરૂરી થઈ પડે છે. પાલનપુર શહેરમાં વિકાસના નામે માત્ર ભ્રષ્ટાચાર કરનારનો જ વિકાસ થયાનું જણાઈ આવે છે. ગત ચૂંટણીમાં અગિયાર વોર્ડની ચુંબાલીસ બેઠકો પૈકી તેવીસ બેઠકોમાં ભાજપ, એકવીસ બેઠક ઉપર કોંગ્રેસનો વિજય થયો હતો.
આજે જ્યારે પ્રદેશ ભાજપના નિરીક્ષકો ઉમેદવારોની
પસંદગી માટે સૌને સાંભળશે ત્યારે નિરીક્ષકો માટે કેટલાક આગેવાનો અને કાર્યકરો કહેતા સંભળાય છે કે જાે આ વખતે ચૂંટણીમાં ટિકિટ આપવામાં ધ્યાન રાખવામાં નહીં આવે તો આ નગરપાલિકા ભાજપ ગુમાવશે. શહેર ભાજપમાં મહત્વની જવાબદારી નિભાવી રહેલ અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જાેડાયેલ આગેવાને નામ ન આપવાની શરતે જણાવ્યું કે ‘સૌનો સાથ, સૌનો વિકાસ' ને બદલે
પાલનપુર નગરપાલિકા માટે પ્રમુખને સાથ,  શહેરનો વિનાશ સૂત્ર સૌની સામે આવે છે. સત્તા ટકાવવા ભાજપે ગત પાંચ વર્ષમાં અનેક બાબતે સમાધાનકારી વલણ અપનાવ્યું છે. જિલ્લા ભાજપના પૂર્વ હોદ્દેદાર અને વર્તમાન પ્રમુખ અશોક ઠાકોરના કારણે પાર્ટીથી દૂર થયેલ એક અગ્રણીએ જણાવ્યું કે પાલનપુર
નગરપાલિકાના વહીવટને કારણે ભાજપની જ સરકાર હોવા છતાં શહેરનો વિકાસ નકશો હજુ સમ્પૂર્ણ વિકાસ
પામ્યો નથી.મંજુર થઈ શક્યો નથી ને એમાંય ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેનની ખોટી સહીનો વિવાદ જગ જાહેર છે.અહીં એ જરૂરી છે કે વર્ષઃ૨૦૧૬માં ૨૩ બેઠકો સાથે શહેર સુધરાઈનો વહીવટ ભાજપના હાથમાં આવ્યો હતો. છતાં ચૂંટાયેલા સભ્યો વચ્ચે એકસૂત્રતા ન રહી શકવાના કારણે અનેક બેઠકોમાં આંતરિક વિવાદ સૌની સામે આવ્યા હોઈ પ્રદેશ નેતાગીરીએ વચ્ચે રહી રસ્તા કરવા પડ્યા છે.
નિરીક્ષકો તરીકે કોકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, જિલ્લા ભાજપના મહામંત્રી દિલીપ વાઘેલા, જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ માધુભાઈ અને ભાજપા મહિલા અગ્રણી આશાબેન પટેલ દ્વારા
પાલનપુર ખાતે કાર્યકરો પાસેથી ભાવી ઉમેદવારો સેન્સ લેવાનું શરૂ કર્યું ત્યારે હોટલ હેલો
પોઇન્ટ ખાતે આખો દિવસ કાર્યકરો અને આગેવાનો એકઠા થતા રહ્યા હતા. ભાજપને જીતાડી શકે અને બિન ભ્રષ્ટાચારી કાર્યકરોને ટિકિટ આપવામાં આવે તો જ ભાજપ ફરી
પાલનપુર નગરપાલિકા કબજે કરી શકે તેવો સુર નિરીક્ષકો સામે રજૂ કરવામાં આવ્યો હોવાનું વિશ્વાસપાત્ર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
અત્યંત વિશ્વાસુ સૂત્ર તરફથી જાણવા મળ્યા મુજબ અશોક
ઠાકોરની ટિકિટના તો અત્યારે ફાંફા થાય છે ત્યારે તેઓ પોતાના વોર્ડમાંથી એક અનુસૂચિત જાતિની મહિલાને પોતાના ખર્ચે ચૂંટણી લડાવવા જઈ રહ્યા હોવાનું અંગત સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. પાલનપુરના વિવિધ વોર્ડ માટે પ્રત્યેક વોર્ડ દીઠ એકથી લઈ ચાલીસ જેટલા કાર્યકરોએ ચૂંટણી લડવા માટે નિરીક્ષકો સમક્ષ દાવો રજૂ કર્યો.

Download Our B K News Today App



Related News