બનાસકાંઠાની પાલનપુર, ડીસા અને ભાભર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના અધિકારીઓને ચૂંટણીલક્ષી તાલીમ અપાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-31 11:26:26
  • Views : 330
  • Modified Date : 2021-01-31 11:26:26

રાજય ચૂંટણી પંચ, ગાંધીનગર દ્વારા નગરપાલિકા અને પંચાયતોની સામાન્ય ચૂંટણી અને અન્ય સ્વરાજ્યના એકમોની પ્રસંગગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી યોજવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં બનાસકાંઠા જિલ્લાની
પાલનપુર, ડીસા અને ભાભર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા થરા અને ધાનેરા
નગરપાલિકાની પેટા ચૂંટણી, માંડલા કાંકરેજ તાલુકા પંચાયત અને મોટી મહુડી તાલુકા
પંચાયતની પેટા ચૂંટણી આગામી તા.૨૮-૨-૨૦૨૧ના રોજ યોજવાની છે. આ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને તટસ્થ માહોલમાં યોજાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન અનુસાર ચૂંટણી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્થાનિક સ્વરાજયની સામાન્ય અને પેટા ચૂંટણી માટે નિમાયેલા ચૂંટણી અધિકારીઓને પાલનપુર કલેકટર કચેરી ખાતે દાંતા તાલુકા વિકાસ અધિકારી સહ આયોજન અધિકારી એ.ડી. ચૌહાણ દ્વારા ચૂંટણી અધિકારીઓએ ચૂંટણી દરમ્યાન કરવાની કામગીરી અંગે તાલીમ આપવામાં આવી હતી. જેમાં ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની સત્તાઓ અને જવાબદારીઓ તેમજ ચૂંટણીને અનુલક્ષી કાનૂની જાેગવાઈઓ, ઈ.વી.એમ. સહિત આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ, ઉમેદવારોના ચૂંટણીલક્ષી ખર્ચાઓ અંગે દેખરેખ, કોવિડ-૧૯ની ગાઈડલાઇનનું પાલન કરાવવા જેવી બાબતોથી ચૂંટણી અધિકારીઓને માહિતગાર કરી ચૂંટણીલક્ષી તાલીમથી સજ્જ કરવામાં આવ્યાં હતાં. આ તાલીમમાં ચૂંટણી અધિકારીઓ અને પ્રાંત અધિકારીઓ  એસ.ડી.ગિલવા, યોગેશ ઠક્કર, હિરેન પટેલ, નવલદાન ગઢવી, પુરવઠા અધિકારી સુધેન્દ્રસિંહ ચાવડા, મ.ભો.યો. નાયબ કલેકટર બાબી સહિત મદદનીશ ચૂંટણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Download Our B K News Today App



Related News