ગાંધીનગર કોર્પોરેશન વિરોધ પક્ષના નેતાએ ચૂંટણી ન લડવા બાબતે ખુલાસો કર્યો મને કાપ્યો નથી, મેં સ્વેચ્છાએ ચૂંટણી લડવાની ના પાડી છે ઃ શૈલેન્દ્રસિંહ બિહોલા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-05 12:01:34
  • Views : 289
  • Modified Date : 2021-04-05 12:01:34

રાજકીય વર્તુળોમાં તેમની ટીકીટ કપાય છે તેવા મેસેજાે ફરતા થતા આખરે બાપુએ ખુલાસો કરી જાહેર જનતાને જવાબ આપ્યો હતો. ગાંધીનગર મ્યુનિસિપલ
કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવાર પસંદગી વખતે જ તેમના પરિવારના તમામ સભ્યોને કોરોના સંક્રમિત થયા હતા. તેમના પિતા, માતા,
પત્ની તથા તેમના દીકરા સહિત તે પોતે પણ કોરોનાગ્રસ્ત હતા.  શૈલેન્દ્રસિંહના જણાવ્યા અનુસાર જ્યારે ચૂંટણી
પસંદગીની પ્રક્રિયા સમયે અચાનક તે કોરોના પોઝિટિવ આવતા સ્વેચ્છાએ ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. કોંગ્રેસ પાર્ટીના વડા અમિતભાઇ ચાવડા, ધારાસભ્ય ડૉ.સી.જે. ચાવડા, પ્રદેશ નિરીક્ષક જયરાજસિંહ
પરમાર સહીત જાણ કરી ચૂંટણી લડવાનું મુલતવી રાખ્યું હતું. શૈલેન્દ્રસિંહે ફક્ત હોદ્દો, સત્તા કે ટિકિટની લાલચ રાખ્યા વગર પ્રજાના હિતમાં વિચારી મોટો ર્નિણય કર્યો હતો. શૈલેન્દ્રસિંહ કોરોના પોઝિટિવ છે તેવું છુપાવ્યું હોત તો ચુપચાપ ફોર્મ ભરવા જઈ પણ શકતા હતા. પરંતુ એવું કર્યું નહિ. ફક્ત હોદ્દો કે ટિકિટ માટે નજીકના અનેક મિત્રો અને પક્ષના આગેવાનોને જાેખમમાં મુકવા ન હોતા. માટે છેલ્લે તેમને જાતે
વોર્ડ-૪ માંથી ખસી જવાનો ર્નિણય કર્યો. અને પક્ષના મોવડીઓને
પસંદગીનો માર્ગ મોકળો કરી આપ્યો. તેમજ તેમણે વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ મને કાપ્યો નથી મેં સ્વેચ્છાએ આ ર્નિણય લીધો છે. વોર્ડ નંબર ચારમાં તમામ ઉમેદવારોને જીતાડવા માટે કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ
બાપુ પોતે પણ મેદાને આવવાના છે. વિરોધ પક્ષના નેતા હોવા છતાં પણ ટિકિટની લાલસા રાખ્યા વગર રજા હિતમાં ર્નિણય લેવા બદલ લોકો તરફથી તેમને સારા સંદેશા પણ પાઠવવામાં આવ્યા હતા. કોર્પોરેટરથી લઈ વિરોધ પક્ષના નેતા સુધીની જવાબદારીઓ આપવા માટે શૈલેન્દ્રસિંહ બિહોલાએ કોંગ્રેસનો આભાર પણ માન્યો.

Download Our B K News Today App



Related News