ડીસા નગરપાલિકામાં ચૂંટણી જંગ જામશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-15 12:06:17
  • Views : 474
  • Modified Date : 2021-02-15 12:06:17

ડીસા નગરાપલિકાની ચૂંટણીમાં છેલા દિવસે ઉમેદવારોનો રાફડયો ફાટયો હતો. જાે કે શનિવાર હોવાના કારણે મોડા સુધી કુલ કેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યાનો
આંકડો આવ્યો ન હતો. ભાજપે જે રીતે ઉમેદવારો જાહેર કર્યા તેની સામે કોંગ્રેસ  ડીસા શહેરમાં પુરા ૪૪ ઉમેદવારો પણ શોધી શકી નહીં. ભાજપની ટિકિટ ફાળવણીને લઈને થોડા દિવસો પહેલાં ડીસા શહેર અને ચૂંટણીમાં ભાજપ તરફથી દાવેદારી કરનારાઓમાં  જે ચર્ચા હતી કે ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ ફાળવણીમાં કોનું ચાલશે ? શહેર સંગઠન કે ધારાસભ્યનું ?
ટિકિટની ફાળવણી બાદ શહેર સંગઠન ચાલ્યું કે ના ચાલ્યું પરંતુ ટિકિટની ફાળવણી દરેક સમાજ અને કાર્યકરોને સાચવી લેવામાં આવ્યા છે. વોડ નં. ૧ માં બે નવયુવાન ચહેરાઓ મુકીને ભાજપે યુવાઓ ઉપર પસંદગી કરી છે. જ્યારે વોર્ડ નં. ૨ માં ગત ચૂંટણી લડેલા અને જીતેલા ઉમેદવાર એમ કોંબીનેશન કરીને ફાળવણી કરી છે. એજ રીતે વોર્ડ નં. ૩, ૪ અને ૫ માં પણ પેનલો જીતે તેવું અત્યારથી જ લાગી રહ્યું છે.  વોર્ડ નં. ૬ માં ભાજપે એક નવો ચહેરો, બે જુના મહારથીઓ સાથે આગળ વધી રહી છે. વોર્ડ નં. ૭ માં પણ ભાજપે ગત વખતે મામુલી વોટોથી રહી ગયેલ ઉમેદવારની પસંદગી કરી છે.  વોર્ડ નં. ૮ માં પણ ગઈ ચૂંટણી જીતેલા અને મામુલી વોટથી અપક્ષમાં ગાડી ચૂકેલાની પસંદગી કરી છે. કુલ મળીને ભાજપે તમામ સમાજાે, કાર્યકરો અને ગત ચૂંટણીમાં સારી રીતે પર્ફોમન્સ કરનાર ઉમેદવારોને ટિકિટ આપતા આગામી સમયમાં ભાજપ ડીસા શહેર નગરપાલિકા ઉપર ફરીથી સત્તા રૂઢ થાય તો નવાઈ નહીં.
બીજી તરફ કોંગ્રેસ કયા કારણોસર પુરેપુરા ઉમેદવારો જાહેર નથી કરી શકયું એ પણ એક નવાઈની વાત છે. કોંગ્રેસે વોર્ડ નં.૯ જે મુસ્લિમ વિસ્તાર છે તેમાં એકપણને ટિકિટ ન આપીને  આશ્ચર્ય સજ્ર્યુ છે. આમ આદમી પાર્ટીએ પણ વોર્ડ નં. ૧ અને ૩ ને છોડી કયાંય
પુરતા ઉમેદવાર પણ શોધી શકયું નથી. આમ ચૂંટણી પહેલા જ ભાજપ ચૂંટણી જીતી જાય તેવો વિશ્વાસ દર્શાવતા જાેવા મળે છે.

વોર્ડ નં. ૧ના કોંગ્રેસ ઉમેદવાર રાજશ્રીબેનના પતિનું નિધન
ડીસા નગરપાલિકાની ચૂંટણી માટે શનિવારે  ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. જેમાં ભાજપ, કોંગ્રેસ, આપ પાર્ટી તેમજ
અપક્ષોએ ઉમેદવારી નોંધાવી ચૂંટણીના મહાજંગની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેવામાં વોર્ડ નંબર-૧ ના મહિલા ઉમેદવાર રાજશ્રીબેન ઠાકોરના પતિ નરસીહભાઇ ઠાકોરનું દુઃખદ અવસાન થયું છે નરસિંહભાઈ ઠાકોર જેઓએ  પોતાની પત્નીને ઉમેદવારીનું ફોર્મ ભરાવવા એકટીવા ઉપર બેસીને હાજર રહ્યા હતા. નરસિંહભાઈ ઠાકોરની  બંને કિડની ફેલ થઇ જતા તેઓ છેલ્લા ઘણા સમયથી સારવાર હેઠળ હતા. તેમજ રવિવારે વહેલી સવારે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં નરસિંહભાઈ ઠાકોરનું દુઃખદ અવસાન થયું છે. ડીસાના ઈન્દિરાનગર વિસ્તારની અંદર ઠાકોર સમાજના અગ્રણી અને અગાઉ બે વખત અપક્ષમાંથી ચૂંટણી લડીને જીતેલા નરસિંહભાઈ ઠાકોરના આકસ્મિક અવસાનથી
ઠાકોર સમાજ સહિત કોંગ્રેસ છાવણીમાં ઘેર શોકની લાગણી પ્રસરી જવા પામી છે. જાે કે ઈન્દિરા નગરના રહીશો એક જ અવાજે બોલી રહ્યા છે નરસિંહભાઈના પત્નીને હવે અમારે જીતાડીને મુકવાની ફરજ બને છે.

ડીસા નગર પાલિકામાં વોર્ડ નં.૮ ના ભાજપના ઉમેદવારને ભાજપના ભૂતપૂર્વ ચેરમેન હરાવવા નિકળ્યા છે
બી.કે.ન્યૂઝ, ડીસા
ડીસા નગરપાલિકાના વોર્ડ નં. ૮ નંબરની પેનલના એક ઉમેદવારને હરાવવા માટે ભાજપના માળી સમાજના એક અગ્રણી સક્રિય બન્યા. ડીસા શહેર નગરપાલિકાની ચૂંટણી શરૂ થયા પહેલાં જ ભાજપના આંતરિક વિવાદો સપાટી ઉપર આવવા લાગ્યા. ભાજપે જે અગ્રણીને ઉચ્ચ હોદ્દા ઉપર બેસાડયા, નિગમના ચેરમેન
બનાવ્યા તેવા એક અગ્રણી વોર્ડ નં. ૮ ના રાજુભાઈ ઠાકોરને હરાવવા માટે સક્રિય બન્યા છે.
જાણવા મળતી માહિતી મુજબ આ અગ્રણીએ વોર્ડ નં. ૮ ના મોદી સમાજના લોકોને પોતાની પાસે બોલાવી ધમકી ભર્યા સ્વરમાં કહેવામાં આવે છે કે રાજુ ઠાકોરને જીતાડવો એટલે મારી અવગણના કરવી. અને એવું કરવાથી તમારે તમારા ધંધાની ચિંતા કરી લેવાની. મોદી સમાજ ઈમાનદારીથી મહેનતથી વેપાર કરે છે. કેટલાક મોદી કદાચ ડુપ્લીકેટ કે મિલાવટનો ધંધો કરતા હશે. પરંતુ એનો મતલબ એ નથી કે તમામ મોદી સમાજના લોકો ખોટા ધંધા કરે છે. અને આ અગ્રણીને ભાજપે આપવામાં કશું બાકી રાખ્યું નથી. માત્ર પોતાના તાબે ન
થનાર રાજુભાઈને હરાવવા માટે નિકળ્યા છે. માની લઈએ કે રાજુભાઈ અને આ અગ્રણીને કોઈ અણબનાવ હોય પરંતુ છેવટે રાજુભાઈ ભાજપના ઉમેદવાર છે અને ભાજપના જ અગ્રણી તેને હરાવવા નીકળે તે ભાજપની આબરૂના લીરેલીરા ઉડાડી રહી છે. ભાજપના મોવડી મંડળો અત્યારે નહીં જાગે તો આ અગ્રણી ડીસા શહેરમાં ભાજપને હરાવવા માટે જે તેમણે આયોજન કર્યું છે, તેમણે કેટલાક  વોર્ડમાં અપક્ષોને ઉભા રાખ્યા છે તો કેટલાક વોર્ડમાં આમ આદમી પાર્ટીના ચહેરાની આડશ લેવામાં આવી છે. તો કયાંક કોંગ્રેસના પણ ઉમેદવારોને ટિકિટ અપાવવામાં આ અગ્રણીનો ફાળો છોે. ભાજપ કયા કારણે એમની સામે પગલા નથી ભરતું એવું વોર્ડ નં. ૮ ના મતદારો પણ વિચારે છે.                 ***

Download Our B K News Today App



Related News