લાખણી તા. પં. ના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીના ફોર્મ ભરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-17 12:02:10
  • Views : 552
  • Modified Date : 2020-10-17 12:02:10

લાખણી તાલુકા પંચાયત છેલ્લા અઢી વર્ષથી સતત વિવાદોમાં રહી છે. ક્યારેક
સુપરસીટ થઈ તો કયારેક સરકારે વહીવટદાર નીમ્યા. તો સામાપક્ષ વાળાઓ હાઇકોર્ટેમાં ગયા હોવાથી તેની સુનાવણી દરમિયાન હમણાં બે દિવસ અગાઉ તાલુકા પંચાયત
પુનઃજીવિત કરવામાં આવી હતી. પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના સભ્યોને ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે અઢી વર્ષનો સમયગાળો પૂર્ણ થયેલ હોવાથી અને બક્ષીપંચ મહિલા સીટ હોવાથી સરકારે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ૧૭/૧૦/૨૦૨૦ ના રોજ જાહેર કરી હતી. જેના અનુસંધાને લાખણી તાલુકામાં ભારે
રાજકીય ગરમાવો હતો. ભાજપ કોને પ્રમુખનો મેન્ડેડ આપશે અને કોંગ્રેસ કોને પ્રમુખનો મેન્ડેડ આપશે, જેના અનેક તર્કવિતર્ક થઈ રહ્યા હતા. જ્યારે ૧૬/૧૦/૨૦૨૦ ના બપોરે ૨.૦૦ વાગ્યા સુધીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીના ફોર્મ ભરવાના હતા. ત્યારે ભાજપ
પક્ષે પ્રમુખ તરીકે કરડ(પટેલ) ટીપુબેન લખાજી અને ઉપપ્રમુખ તરીકે વાઘેલા અજીતસિંહ (થાનુંસિંહ) ભગવાનસિંહને મેન્ડેડ આપીને ફોર્મ ભરાવ્યા હતા. જયારે કોંગ્રેસ પક્ષે પ્રમુખ તરીકે જડીબેન લાલજીજી ચાવડા (ઠાકોર) અને ઉપપ્રમુખ તરીકે ભલાભાઈ મનજીભાઈ વાઘેલા (રાજપૂત) ને મેન્ડેડ આપીને ફોર્મ ભરાવ્યા હતા. આ પ્રસંગે ભાજપના ઉમેદવારના ફોર્મ ભરાવતી વખતે લાખણી તાલુકા ભાજપના પ્રમુખ બાબરાભાઈ ચૌધરી જિલ્લા ભાજપના મંત્રી ટી. પી. રાજપૂત લાખણી
સરપંચ એન. ટી. પટેલ, હરિભાઈ પટેલ (ગણતા) વગેરે હાજર રહ્યા હતા. જયારે કોંગ્રેસ પક્ષના ઉમેદવારના ફોર્મ ભરાવતી વખતે કોંગ્રેસના તાલુકા પ્રમુખ ધુડાભાઈ પટેલ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશભાઈ દવે, ભલજીભાઈ રાજપૂત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News