લાખણીમાં બનાવટી ચૂંટણી કાર્ડ તૈયાર કરી આપવાનું કારસ્તાન પકડાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-04 11:23:49
  • Views : 668
  • Modified Date : 2020-09-04 11:23:49

લાખણીમાં આવેલા એક સી.એસ.સી સેન્ટર ઉપર અમુક પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરી બિનઅધિકૃત રીતે ચૂંટણી કાર્ડ કાઢી આપવામાં આવતા હોવાની માહિતી દિયોદર પ્રાંત અધિકારીને મળી હતી. જેમાં લાખણી ખાતેના સી.એસ.સી. સેન્ટરના સંચાલક વિરુદ્ધ
પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
લાખણી ખાતે આવેલ નેશનલ સી.એસ.સી. સેન્ટર ઉપરથી લાખણીના એક શિક્ષકને ચૂંટણી કાર્ડ નંબર ૈંદ્ભ૦૨૨૧૧૩૪૦ ખોવાઈ ગયેલ હોવાથી નવીન ચૂંટણી કાર્ડની જરૂરિયાત ઉભી થઈ હતી. જેથી લાખણી ગ્રામ
પંચાયત કચેરીના આગળના ભાગે આવેલ નેશનલ સી.એસ.સી. સેન્ટર ખાતે ચૂંટણી કાર્ડમાં સુધારા- વધારા કરી આપવામાં આવતા હોવાની માહિતી મળતા સી.એસ.સી. સેન્ટર ધરાવતા યુવક પાસે જઈ ચૂંટણી કાર્ડ બનાવવા જણાવતા ચૂંટણી કાર્ડમાં સુધારો કરીને ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ નકલ આપેલ હતી. જે ચૂંટણીકાર્ડ પ્રાથમિક રીતે બનાવટી હોવાનું જણાતા દિયોદર પ્રાંત અધિકારીએ લાખણી નેશનલ સી.એસ.સી. સેન્ટરના સંચાલકની દુકાન ખોલાવી કોમ્પ્યુટરના
સી.પી.યુ. લઈ સંચાલક પાસે કોમ્પ્યુટર ચાલુ કરાવી ચકાસણી કરતાં તેના કોમ્પ્યુટરમાં
જા ॅિૈહંજ.ટઅર્ડઁંઇ્‌છન્ સોફ્ટવેરમાં ચુંટણી કાર્ડની વિગતોમાં સુધારા વધારા કરેલ જણાતાં અને તેના દ્વારા
અરજદારને નકલો આપતા હોવાનું જણાતાં ભારતના ચૂંટણી પંચના મતદાર તરીકે માન્ય પુરાવા એવા એપીક કાર્ડ જેવા દેખાતા બનાવટી એપીક કાર્ડ બિનઅધિકૃત રીતે કાઢવા તેમજ મતદાર નોંધણી અધિકારીની બનાવટી ડિજિટલ સહીવાળા દસ્તાવેજ ઉભા કરતાં દિયોદર નાયબ કલેક્ટર  મહેન્દ્ર દેસાઈએ નેશનલ સી.એસ.સી. સેન્ટરના સંચાલક અમૃતભાઈ વસાભાઇ માજીરાણા (રહે. લાખણી) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News