સે.૨૯મા ૮ મહિનાથી બંધ શૌચાલયના તાળા નહિ ખૂલે તો ચૂંટણી બહિષ્કાર થશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-17 11:21:35
  • Views : 466
  • Modified Date : 2021-02-17 11:21:35

પાટનગરમાં મહાપાલિકા દ્વારા અનેક જગ્યાએ જાહેર શૌચાલય બનાવવામાં આવ્યા છે. પરંતુ ક્યાંક જાળવણીના અભાવે તો ક્યાંક અણઆવડતના કારણે શૌચાલય બિનઉપયોગી બની રહ્યા છે. શહેરના સેક્ટર ૨૯માં મહાપાલિકાએ શોપિંગ સેન્ટર પાસે બનાવેલુ જાહેર શૌચાલયના તાળા હજુ સુધી ખૂલ્યા નથી. વેપારીઓ દ્વારા અનેક રજૂઆત કરવા છતા ઉકેલ આવતો નથી. ત્યારે આગામી ચૂંટણીમાં બહિષ્કારની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
સેક્ટર ૨૯ શોપિંગ સેન્ટર પાસે મહાપાલિકાએ જાહેર શૌચાલય બનાવ્યુ છે.
વેપારીઓ અને શોપિંગમાં આવતા લોકોને શૌચાલય કરવામાં સમસ્યા ના થાય તેવા હેતુ સાથે કામગીરી કરવામાં આવી છે. એક વર્ષ પહેલા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જ્યારે ૮ મહિના પહેલા સંપૂર્ણ રીતે શૌચાલય તૈયાર થઇ ગયુ હતુ.
પરંતુ હજુ સુધી લોકોના ઉપયોગ માટે કાર્યરત કરાયુ નથી. વારંવાર રજૂઆત કરવા છતા તંત્રના બહેરા કાને વાત પડતી નથી.
વેપારી એસોસિએશનનના મંત્રી અમરસિંહ પરમારે કહ્યુ હતુ કે, શૌચાલય બનવાના કારણે વેપારીઓની વર્ષો જૂની સમસ્યાનો અંત આવતો જાેવા મળ્યો હતો. કારણ કે
શોપિંગના વેપારીઓને શૌચ કરવા માટે અનેક જગ્યાએ ખુલ્લામાં ઉભા રહી જવું પડતુ હતું. શોપિંગમાં શૌચાલય બનાવી દેવાયું છે. પરંતુ છેલ્લા ૮ મહિનાથી તેના તાળા લોકો માટે ખુલ્યા નથી. મુખ્ય દરવાજાે ખુલ્લો રાખવામા આવ્યો છે.
પરંતુ અંદરના દરવાજા બંધ રાખવામાં આવ્યા છે.  શૌચાલયમાં લાઇટ અને વીજળીના અભાવે દરવાજા બંધ રખાયા છે. પરંતુ તેના કારણે
વેપારીઓ અને શોપિંગમાં આવતા લોકોએ દિવાલ ઉપર
પેશાબ કરવાનો શરૂ કર્યો છે.
પરિણામે પારાવાર દુર્ગધ આવવાની સમસ્યા ઉભી થઇ છે. અમારી માંગ છેકે આ સમસ્યાને ઝડપથી દુર કરવામાં આવે. જાે તેમ કરવામાં નહિ આવે તો આગામી ચૂંટણીમાં વેપારીઓ અને તેમનો પરિવાર ચૂંટણીનો બહિષ્કાર કરશે.

Download Our B K News Today App



Related News