આબુરોડ પાલિકા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોનું લિસ્ટ ચૂંટણી અધિકારીને સોંપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-29 11:46:21
  • Views : 329
  • Modified Date : 2020-11-29 11:46:21

રાજસ્થાનના સિરોહી જિલ્લાના આબુરોડમાં
નગરપાલિકાની ચૂંટણી માટે શુક્રવારે નોમિનેશનનો અંતિમ દિવસ હતો. ભાજપ દ્વારા અધિકૃત ઉમેદવારોની સૂચિ બાદ કોંગ્રેસે તેના ૪૦ અધિકૃત ઉમેદવારોની સૂચિ પણ બહાર
પાડી હતી. આ યાદી લઈને રાજ્યસભાના સાંસદ નીરજ ડાંગી અને ચૂંટણી પ્રભારી રેહાના રિયાઝે રીટર્નિંગ અધિકારીને સોંપી હતી.
કોંગ્રેસના ઉમેદવારોની યાદી જાહેર થયા પછી રાજ્યસભાના સાંસદ નીરજ ડાંગીએ કહ્યું કે પાર્ટીએ જે ઉમેદવારોનેટિકિટ આપી છે. તેઓ આ ચૂંટણીઓમાં જીતી કોંગ્રેસનું બોર્ડ બનાવશે. આ દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત જોશી અને શહેર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ભાજપે તેના ૪૦ ઉમેદવારોના નામની યાદી ચૂંટણીના સહ પ્રભારી મનોહર ચૌધરી, ભાજપ જિલ્લા પ્રમુખ નારાયણ પુરોહિત, વિભાગીય પ્રમુખ ભૂપેન્દ્ર સંભારિયાએ રીટર્નિંગ અધિકારીને આપી હતી.

Download Our B K News Today App



Related News