કોરોના સંક્રમણને કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૩ મહિના મુલતવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-13 11:12:54
  • Views : 337
  • Modified Date : 2020-10-13 11:12:54

રાજ્યના ચૂંટણી પંચે કોરોના મહામારીના સંક્રમણને લઈને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરતા સ્થાનિક સ્વરાજની ચૂંટણી મોકૂફ રાખવાનું જાહેરનામું બહાર
પાડ્યું છે. ૬ મહાનગર પાલિકા, ૫૫ નગરપાલિકા અને ૨૩૧ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીની મુદ્દત નવેમ્બરમાં પુરી થઈ રહી છે. રાજ્યમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે. પરંતુ
પંચાયતોની ચૂંટણીની કવાયત ખુબ જ મોટી બની રહે છે. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહેસુલ વિભાગ,  શિક્ષકો અને પોલીસ તંત્રના મોટાભાગના કર્મચારીઓને ફરજ સોંપવામાં આવતી હોય છે. જેથી ચૂંટણીપંચ પણ અવઢવમાં હતું. કેટલાક દિવસોથી કોર્પોરેશન તથા
પંચાયતોની ચૂંટણી મોડી થવાની અટકળો ચાલી જ રહી હતી. ત્યાંજ સોમવારે સાંજે ચૂંટણીપંચે જાહેરનામું બહાર પડ્યું છે. જેમાં જણાવ્યું છે કે આગામી ત્રણ માસ પછી કોરોનાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ ર્નિણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી વર્ષ ૨૦૧૫ માં થઈ હતી જેની મુદત નવેમ્બરમાં પુરી થઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી અટકળો ચાલી રહી હતી કે કોરોના મહામારીને લઇને સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે કે નહીં. જ્યારે
ચૂંટણીપંચે સોમવારે જાહેરનામું પ્રસિદ્ધ કરતા જ તમામ અટકળોનો હવે અંત આવ્યો છે

Download Our B K News Today App



Related News