ધાનેરા તાલુકાના ધાખા તલાટીને તાત્કાલિક છુટા કરવાનો કરાયો આદેશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-31 11:16:33
  • Views : 1297
  • Modified Date : 2019-08-31 11:16:33

ધાનેરા તાલુકાના ધાખા ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા એમ.કે.પુરોહીતની બદલી સ્વમાંગણીથી ડીસા તાલુકાના વેળાવાપુરા ખાતે કરવામાં આવી હતી અને તેઓને ૩૦ ઓગસ્ટના રોજ કચેરી સમય દરમ્યાન છુટા થઇને કચેરી સમય દરમ્યાન વેળાવાપુરા ખાતે હાજર થવાનું હતુ પરંતુ તેઓ હાજર ન રહેતા તાલુકા
પંચાયતના અધિકારીઓ દ્વારા ગ્રામ પંચાયત ધાખા ખાતે
પંચાયત કચેરીના દરવાજે બજવણી કરીને એક તરફી છુટા કર્યા હતા.
ધાનેરા તાલુકા ના ધાખા ગામે તલાટી તરીકે ફરજ બજાવતા  એમ.કે.પુરોહીત અનેકવાર વિવાદોમાં રહેવા
પામ્યા હતા. અને અગાઉના તાલુકા વિકાસ અધિકારી એમ.બી.રાવ સામે પણ
આક્ષેપો કરતા વિવાદ ઉભો થવા પામ્યો હતો. જ્યારે ધાખા ગામમાં પણ લોકો તરફ થી અનેક ફરિયાદો ઉઠવા પામી હતી. જેથી તેઓએ બદલી માંગતા સ્વ માંગણી થી તેમની બદલી ડીસા તાલુકાના
 વેળાવાપુરા ગ્રામ પંચાયત ખાતે કરવામાં આવી હતી અને તેઓને તાત્કાલિક ૩૦ ઓગસ્ટના રોજ કચેરી સમય દરમ્યાન છુટા કરવા અને સામેની કચેરી ખાતે હાજર થવા હુકમ કરવામાં આવ્યો હતો. જેથી તાલુકા વિકાસ અધિકારીએ તેઓને ટેલીફોનિક સંપર્ક કરેલ પરંતુ તેઓ બદલીની જગ્યાએ થી છુટ્ટા થવા માટે ન આવતા તાલુકા વિકાસ અધિકારીએ  તાલુકા વિસ્તરણ અધિકારી આર.વી.ઠક્કર અને તેમની સાથે ટીમને મોકલીને ધાખા ગામે ગ્રામ પંચાયત ખાતે પણ તેઓ હાજર ન મળતા પંચો બોલાવી પંચોની રુબરુમાં ગ્રામ પંચાયત કચેરીના દરવાજા ઉપર તેમને છુટ્ટા કરવાનો પત્ર લગાવી છુટ્ટા કરવામાં આવ્યા હતા. જેને લઇને અનેક અટકળો ઉભી થવા પામી છે. આ અંગે ધાખા ગામના નાગરીકોએ જણાવેલ કે આ તલાટી કમ મંત્રી દ્વારા અનેક ગેરરીતિઓ આદરી છે અને તેની યોગ્ય તપાસ કરવામાં આવે તે પણ જરુરી છે માટે તેઓ છુટ્ટા થતા નથી.

Download Our B K News Today App



Related News