દિયોદર પંથકનો ચોંકાવનારો કિસ્સો ખોટાં કાગળ બનાવી પત્ની છુટાછેડા લઇ બીજાને પરણી ગઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-24 11:45:08
  • Views : 321
  • Modified Date : 2021-01-24 11:45:08

દિયોદર પંથકમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સામાજીક જીવનમાં ભાગ્યે જ આવી ઘટના બનતી હોઇ
પંથકમાં ખળભળાટ મચી ગયો છે. પરીણિત મહિલાએ તેના
પતિની જાણ બહાર ખોટી સહી કરી છુટાછેડાનો લેખ બનાવ્યો હતો. જે બાદમાં નોટરી કરાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી અન્ય યુવક સાથે લગ્ન કરી લીધા હતા.  બાદમાં સમગ્ર ઘટનાની જાણ ફરીયાદીને થતાં તેઓના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. જેમાં ફરીયાદી યુવકે પત્ની અને તેની સાથે લગ્ન કરનાર ઇસમ, નોટરી અને સાક્ષી સામે પોલીસ ફરીયાદ નોંધાવી હતી.
દિયોદર તાલુકાના ફોરણા ગામના યુવક વિક્રમભાઇ ચૌધરીના લગ્ન ત્રણેક વર્ષ અગાઉ કાંકરેજના ખોડા ગામના કાળાભાઇ ચૌધરીની દીકરી મોઘીબેન સાથે થયા હતા. જે બાદમાં ગત ૨૧-૧૨-૨૦૨૦ના રોજ તેમની પત્ની મોઘીબેન પોતાના પિયરે ગઇ હતી. આ તરફ ૨૨-૧૨-૨૦૨૦ના રોજ વિક્રમભાઇ દિયોદર આવતાં તેમની પત્નીને જાેતાં તું ક્યારે ઘરે આવે છે તેવુ પુછ્યુ હતુંુ. જાેકે તેમની પત્નીએ કહેલ કે, મારા તારી સાથે છુટાછેડાં થઇ ગયેલાં છે અને હવે હુ તમારા ઘરે ક્યારેય આવવાની નથી. આ સાથે મારા લગ્ન દિયોદરના ચૌધરી ભરતભાઇ સાથે થયેલા છે. વિક્રમભાઇના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. જેથી તપાસ કરતાં તેમની પત્નીને તેમની ગેરહાજરીમાં બધા ડોક્યુમેન્ટ મેળવી છુટાછેડાનો લેખ કરાવી નોટરી કરાવી હતી. જાેકે નોટરી કરતી વખતે પણ તેઓ હાજર ન હોવા છતાં એડવોકેટે નોટરી કરી હોવાનું ખુલ્યુ હતંુ. આ સાથે ભાભરના ઢેકવાડીના પ્રતાપજી ઠાકોરે પણ સાક્ષીમાં સહી કરી હોઇ તમામ સામે વિક્રમભાઇએ પોલીસ ફરીયાદ નોંધાવી છે.  દિયોદર પોલીસે  મોઘીબેન કાળાભાઇ કાનજીભાઇ ચૌધરી, ગામ-ખોડા, તા.કાંકરેજ, જી.બનાસકાંઠા, ભરતભાઇ મેઘાભાઇ ચૌધરી, ગામ-
છાપરા, તા.દિયોદર, જી.બનાસકાંઠા,  આર.કે. બારોટ, એડવોકેટ, થરા,
ગામ-રૂણી, તા.કાંકરેજ, જી.બનાસકાંઠા, પ્રતાપભાઇ બી.ઠાકોર, ગામ-ઢેકવાડી, તા.ભાભર, જી.બનાસકાંઠા તમામ સામે આઇપીસી કલમ ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૯૪, ૧૧૪ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News