હું ડીસાના વોર્ડ નં. ૮ માંથી બોલું છું... વોર્ડ નં. ૮ માં ગંદકી હાજર, લાઈટો અને ચૂંટાયેલા કોર્પોરેટરો ગાયબ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-12 11:32:05
  • Views : 340
  • Modified Date : 2021-02-12 11:32:05

નગરપાલિકાની  ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે. તમામ વોર્ડમાં મતદારો તેમના વિસ્તારમાં લાંચ લીધા વગર કામ કરનાર, સ્થાનિકોની મુશ્કેલી દૂર કરનાર લોકોની સમસ્યાને ખડે પગે રહીને નિરાકરણ લાવનાર ઉમેદવાર ઇચ્છતા હોય છે. પરંતુ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે તો લોકો આ વાયદા આપે છે પરંતુ ઉમેદવારો પાંચ વર્ષ દરમિયાન જે બોલ બોલે છે તે પાળતા નથી. વોર્ડ નં.૮ વિસ્તારમાં જ્યારે  સ્થાનિક લોકોનો સંપર્ક કર્યો ત્યારે ત્યાંના લોકો આજે પણ સફાઈ ગંદગી અને રસ્તાની સમસ્યાને લઈને તેમના કોર્પોરેટરો સમક્ષ રોષ ઠાલવતાં જાેવા મળ્યા હતા. તેમના વિસ્તારના લોકોનું કહેવું છે કે અમારા વિસ્તારમાં ચૂંટાયેલા કોર્પોરેટરમાંથી એક કોર્પોરેટર ક્યારેક ક્યારેક જાેવા મળે છે બીજા કોર્પોરેટરો કોણ છે અમે જાણતા પણ નથી.

Download Our B K News Today App



Related News