ફ્‌લાઈંગ સ્કવોર્ડ દ્વારા પરવાનગી વગર ચૂંટણી પ્રચારમાં રોકાયેલ વાહન જપ્ત કરાયુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-17 06:12:50
  • Views : 462
  • Modified Date : 2019-04-17 06:12:50

પાટણ લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ૧૭-ચાણસ્મા વિધાનસભા મતદાર વિભાગમાં તા.૧૫/૦૪/૧૯ના રોજ હારીજ ખાતે ખાનગી માલિકીનું વાહન નંબર જીજે-૨૪-વી-૯૫૫૧ વગર પરવાનગીએ ઉમેદવારના ચૂંટણીપ્રચારમાં રોકાયેલ હોવાનું જણાઈ આવતાં સદરહું વાહન તાલુકામાં કાર્યરત ફ્‌લાઈંગ સ્ક્વોર્ડ મારફતે જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ચૂંટણી અધિકારી પાટણ સંસદીય મતદાર વિભાગ અને જીલ્લા ચૂંટણી અધિકારીશ્રી પાટણ  દ્વારા આ અંગે તાત્કાલીક અસરથી તપાસ કરી આચારસંહિતાના ભંગ બદલ અને મોટર વાહન અધિનિયમની જોગવાઈના ભંગ બદલ વાહન માલિક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે મદદનીશ ચૂંટણી અધિકારી ૩-પાટણ લોકસભા મતદાર વિભાગ અને ૧૭-ચાણસ્મા વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ કલેક્ટર સમીને સુચના આપવામાં આવી હતી. જે બાબતે પોલીસ ફરિયાદની કાર્યવાહી ચાલુ છે.


Download Our B K News Today App



Related News