લોકસભા ભાજપના ઉમેદવારના પ્રચારઅર્થે ડીસામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પધારશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-14 05:41:27
  • Views : 450
  • Modified Date : 2019-04-14 05:41:27

ડીસામાં  બનાસકાંઠા  લોકસભા  સીટના  ભાજપના ઉમેદવાર પરબતભાઇ પટેલના ચૂંટણી પ્રચારઅર્થે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ડીસાના રીસાલા ચોક ખાતે તા.૧૫-૪-૧૯ને સોમવારના રોજ બપોરે ૨ઃ૦૦ વાગે એક જંગી જાહેરસભાને સંબોધવાના છે.જેમાં જિલ્લા તથા વિધાનસભા મતવિસ્તારના મતદારોને  આ સભામાં પધારવા માટે અનુરોધ કરવામાં આવી રહ્યો છે.જે પ્રસંગે કેશાજી ચૌહાણ   (પ્રમુખ, જિલ્લા ભાજપ), હરિભાઇ ચૌધરી (કેન્દ્રીય મંત્રી), રાણાભાઇ દેસાઇ (લોકસભા ઇન્ચાર્જ), દુષ્યંતભાઇ પંડ્યા(જિલ્લા પ્રભારી), અમૃતભાઇ દવે (જિલ્લા મહામંત્રી), ભારતસિંહ ભટેસરીયા(જિલ્લા મહામંત્રી), ઉમેદદાન ગઢવી(જિલ્લા મહામંત્રી), શંકરભાઇ ચૌધરી (પૂર્વ મંત્રી), શશીકાંતભાઇ પંડ્યા (ધારાસભ્ય, ડીસા),  ગુમાનસિંહ ચૌહાણ(સહઇન્ચાર્જ,લોકસભા),મગનભાઇ માળી(ચેરમેન,વેરહાઉસીંગ કોર્પાેરેશન), દિનેશભાઈ અનાવાડીયા (ડીરેકટર, એસ.ટી.નિગમ), મહેશભાઇ દવે (ઇન્ચાર્જ,વિધાનસભા ડીસા),ડો.રાજાભાઇ પટેલ (સહ ઇન્ચાર્જ) તથા એન.સી.માળી,સંજયભાઇ બ્રહ્મભટ્ટ (પ્રમુખ, ડીસા શહેર ભાજપ),ચેતનભાઇ ત્રિવેદી (મહામંત્રી), અશોકભાઇ પટેલ,લેબજીભાઇ ઠાકોર(મહામંત્રી), રમેશભાઇ દેસાઇ તથા બાદરસિંહ વાઘેલા,શિલ્પાબેન માળી(પ્રમુખ,ડીસા ન.પા.)તથા તાલુકા પંચાયત પ્રમુખ ઉકાજી ઠાકોર સહિતના હોદેદારો હાજર રહેશે. આ સભામાં ડીસાના મતદારોને પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. 


Download Our B K News Today App



Related News