ચૂંટણી ફરજમાં જોડાયેલા સૌ કોઈ માટે પ્રેરણાદાયી કિસ્સો
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-04-19 06:03:58
- Views : 527
- Modified Date : 2019-04-19 06:05:18
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે માહિતી કચેરી ખાતે કાર્યરત મીડિયા મોનીટરીંગ સેલમાં ફરજ બજાવતા હિંમતનગરના શિક્ષક પોપટભાઈ પટેલના આ શબ્દોમાં ચૂંટણી ફરજ પ્રત્યેની નખશીખ નિષ્ઠા ટપકે છે એટલું જ નહી પરંતુ અન્ય સૌ કોઈને પ્રેરણા પણ પુરી પાડે છે. લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. મહત્તમ મતદાન થાય તેની સાથે સાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવિણા ડી.કે. ના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા જિલ્લા ચૂંટણી તંત્ર ખડેપગે કાર્યરત છે. જિલ્લામાં પેઈડ ન્યુઝ તથા અન્ય સમાચારોના મોનીટરીંગ માટે સાબરકાંઠા માહિતી કચેરીમાં મિડીયા સેન્ટર કાર્યરત કરાયું છે. આ મીડિયા સેન્ટરમાં ૨૧ જેટલા શિક્ષકોને “રાઉન્ડ ધ ક્લોક” ફરજ સોંપાઈ છે. ત્રણ શિફટમાં ૭-૭ શિક્ષકો ફરજ બજાવે છે અને સમાચારો પર દેખરેખ રાખે છે. અહીં ફરજ બજાવતા શિક્ષક પોપટભાઈ પટેલ શિક્ષક તરીકે પોશીના તાલુકાના મતરવાડા-૨ પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. તેમના માતા શાંતાબેનનું તાજેતરમાં અવસાન થયું. આ દુઃખદ ઘટનાથી ભાંગી પડેલા શિક્ષક પોપટભાઈ પટેલે તંત્રને જાણ કરી તરતજ પોતાના વતન પ્રાંતિજ તાલુકાના અંબાવાડા જવા ઉપડયા. મનમાં માતાના અવસાનનો ઘેરો શોક હતો.. સાથે સાથે મનમાં માતા સાથેના સંસ્મરણોનું ઘોડાપુર હતું. બેશક કોઈ પણ વ્યક્તિ માતાના અવસાનના આઘાતને સહન ન જ કરી શકે.. પોપટભાઈ પટેલ પણ એ જ અવસ્થામાંથી પસાર થઈ રહ્યા હતા. પોતાના ગામ પહોંચ્યા અને પરિવારજનોની હાજરીમાં અગ્નિસંસ્કાર સંપન્ન થયા. માતા સ્વ. શાંતાબેનનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થયો અને પોપટભાઈ પટેલના તન-મન પર સવાર એવી ચૂંટણી પ્રત્યેની ફરજ યાદ આવી. પરિવારજનોને મળ્યા ના મળ્યા અને તરતજ પોતાની મીડિયા મોનીટરીંગની ફરજ પર હાજર થઈ ગયા. તેમને પરત આવેલા જોઈને સાથી કર્મચારી એવા શિક્ષકો પણ મુંઝવણમાં પડી ગયા. એક તરફ પોપટભાઈ પટેલ પર આવી પડેલા દુઃખ પ્રત્યે સંવેદના હતી તો બીજી તરફ ચૂંટણી ફરજ પ્રત્યેની તેમની ફરજ નિષ્ઠા પર ગૌરવ પણ હતું. પોપટભાઈ પટેલ તો આવીને માતા સાથેના સંસ્મરણો વાગોળતા વાગોળતા તેમને અગાઉથી સોંપવામાં આવેલી ન્યુઝ ચેનલ સામે ગોઠવાઈ ગયા. અને શરૂ થઈ પાછી સમાચારની સફર . પોપટભાઈ પટેલ કહે છે કે, “ માં, તો કોને વ્હાલી ના હોય...? મેં પણ માતાની આંગળી પકડીને જીવનની અનેક ડગલીઓ માંડી છે...તડકી-છાયડીઓ જોઈ છે. માતાના અવસાન પછી મારા પરિવારજનોને પણ મારી જરૂર હતી. મારા ભાઈઓ- ઈચ્છતા હતા કે હું તેમની સાથે રહું. થોડો સમય વિતાવું તો દુઃખ વહેંચાય. પણ મેં વિચાર્યુ હતું કે મેં મારી માતાને અગ્નિ સંસ્કારનો મારો અધિકાર ભોગવ્યો, પણ હવે સમય હતો મારી ફરજ અદા કરવાનો. અને એટલે જ હું તરતજ મારી ફરજ પર હાજર થઈ ગયો...” એમ તેઓ ઉમેરે છે...એક તરફ કેટલાંક લોકો પોતાની નાની નાની શારીરિક બીમારીઓને આગળ કરી ચૂંટણી ફરજમાંથી મુÂક્ત લેવા જુદાજુદા હથકંડા અપનાવતા હોય છે. ક્યાંક બીમારી, કયાંક સામાજિક કામોની આળ લઈને પણ ચૂંટણી ફરજમાંથી છૂટવા ફાંફા મારતા હોય છે ત્યારે પોપટભાઈ પટેલ માતાના મૃત્યુ પછી તરતજ ફરજ પર હાજર થયા. આ એક અનુકરણીય કિસ્સો છે. સલામ છે આવા ફરજ નિષ્ઠ શિક્ષકને.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 88
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 164
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 222
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 216
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 118
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 122
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 94
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 104
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 104
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 95
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 87
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 83
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 180
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 94
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 84
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 103
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 111
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 157
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 98
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 92
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 103
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 84
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 96
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 94
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 97
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 100
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 92
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 87
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 97
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 97
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 91
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 89
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 89
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 75
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 89
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 138
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 73
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 86
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 89
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 72
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 154
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 77
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 68
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 72
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 70
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 77
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 148
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 69
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 92



