અંબાજી ખાતે આવેલા ચુંદડી વાળા માતાજીનો જનમદિવસ ઉજવાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-09 11:37:53
  • Views : 1629
  • Modified Date : 2019-08-09 11:37:53

ગુજરાતના લોકપ્રિય શક્તિપીઠ અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વતના
પહાડોમાં રહેતા ચૂંદડી વાળા માતાજીનો આશ્રમ વર્ષોથી અહી આવેલો છે.  ગતરોજ ચુંદડી વાળા માતાજીનો ૯૧ મો જન્મ દિવસ હોઈ ભક્તો મોટી સંખ્યામાં માતાજીના આશ્રમ ઉપર આવ્યા હતા. અહી નવ ચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે મંદિરને શણગારવામાં આવ્યું હતું.
અંબાજી પાસે વર્ષોથી પહાડોમાં વસવાટ કરતા ચુંદડી વાળા માતાજી અન્ન, જળ વિના જીવી રહ્યા છે. ગુરૂવારે માતાજીનો ૯૧ મો જન્મ દિવસ હોઈ ચુંદડી વાળા માતાજી અંબાજી મંદિર ખાતે માતાજીના દર્શન કરવા આવ્યા હતા. ત્યારબાદ તેમના આશ્રમમાં આદિવાસી સમાજના લોકો તરફથી ઢોલના તાલે લોકો ઝૂમ્યા હતા. ત્યારબાદ માતાજીની આરતી પણ કરવામાં આવી હતી. માતાજીના આશ્રમમાં કેક કાપી જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. ત્યારબાદ ૧૦૧ બ્રાહ્મણોને ભોજન આપવામાં આવ્યું હતું. ભીખાભાઈ પ્રજાપતિ, ધર્મેન્દ્ર પંચાલ, કાનજીભાઈ પ્રજાપતિ, પ્રકાશ સોની અને લલિત લુહાર હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News