દિવાળીના તહેવારો નિમિત્તે બનાસડેરી દ્વારા દૂધ ચુકવણું વહેલું થયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-13 11:23:25
  • Views : 437
  • Modified Date : 2020-11-13 11:23:25

 બનાસના દૂધ ઉત્પાદકો દિવાળીના તહેવારો સરળતાથી ઊજવી શકે તે માટે નવેમ્બર માસનું દૂધનું ચુકવણું વહેલું કરવાનો ર્નિણય ચેરમેન શંકરભાઈ ચૌધરીએ કરતાં બનાસકાંઠાના અને રાજસ્થાનના સાડા ચાર લાખ દૂધ ઉત્પાદકોમાં ખુશાલી વ્યાપી હતી.
આ વખતે દિવાળીના મહિનામાં સામાન્ય રીતે ૧૫ નવેમ્બરે દૂધ ઉત્પાદકોને તેમના દૂધ બિલના નાણાં ચૂકવવાના હોય છે, પરંતુ દિવાળીના તહેવારોને લઈને બનાસડેરી દ્વારા ૯ નવેમ્બરે રૂપિયા ૨૮૦ કરોડનું ચુકવણું એડવાન્સમાં કરવામાં આવતાં જિલ્લાના દૂધ ઉત્પાદકો દિવાળીના તહેવારો ઉમંગ ઉત્સાહથી ઉજવી શકશે.

Download Our B K News Today App



Related News