લોકરક્ષક ભરતીમાં કોર્ટના ચુકાદાનું પાલન ન થતાં આવેદન અપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-03 11:49:50
  • Views : 461
  • Modified Date : 2020-11-03 11:49:50

 બનાસકાંઠા જિલ્લાના કલેકટર આનંદ પટેલને લોકરક્ષક ભરતીમાં કોર્ટના ચુકાદાનું પાલન ન થતા આવેદનપત્ર આપવામાં આવ્યું.
બનાસકાંઠા જિલ્લાના વિવિધ ગામડાઓના યુવાનોએ લોકરક્ષક ભરતી મેળામાં ભાગ લીધો હતો.
પરંતુ એમનું કેવું એવું છે કે બનાસકાંઠા જિલ્લાના વતની છીએ અને આ ઉમેદવારોની પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાયેલ લોકરક્ષક ભરતીમાં ગુજરાતના અલગ-અલગ જિલ્લામાં પસંદગી થયા બાદ અમને મેડિકલ ફિટનેસ રંગ અધત્વને કારણે અનફીટ જાહેર કરવામાં આવેલ અને અમને લોકરક્ષક તરીકે આંખની ખામીના લીધે
બિન લાયકાત જાહેર કરીને અમને નિમણૂક આપવામાં ન આવી હતી. તેથી અમને આ નીતિ વિરોધ હાઇકોર્ટમાં
સ્પેશ્યલ સિવિલ એપ્લિકેશન દાખલ કરી અને નામદાર હાઈકોર્ટ દ્વારા ચુકાદો અમારા પક્ષમાં આવ્યો. અને અમને ફરીથી આઠ અઠવાડિયામાં લોકરક્ષક તરીકે નિમણૂક
આપવાનો ઓર્ડર કરવામાં આવ્યો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નામદાર હાઈકોર્ટમાંથી અનામત ચુકાદો કર્યાને ચાર મહિના જેટલો સમય વિતી ગયેલ છે. તેમ છતાં અમને સરકાર તરફથી હજુ સુધી નિમણૂક હુકમ કરવામાં આવ્યો નથી.
તેથી આપને નમ્ર વિનંતી છે, કે જો હાઈકોર્ટના ચુકાદાનો ત્વરિત અમલ નહીં થાય તો ફરીથી લોકરક્ષક તરીકે નિમણૂક આપવામાં નહીં આવે તો અમો ગુજરાતના બધા ઉમેદવારો એક મહિના બાદ ગાંધીનગર ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધી અને જેની જવાબદારી સંપૂર્ણ ગુજરાત સરકારની રહેશે.

Download Our B K News Today App



Related News