ચુંદડી વાળા માતાજીના આશ્રમ ઉપર ગુરુ પૂર્ણિમા પર્વ ધામધુમથી ઉજવાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-17 13:54:02
  • Views : 555
  • Modified Date : 2019-07-17 13:54:02

આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત ધામ અંબાજી ગુજરાત અને દેશનું લોકપ્રીય શક્તિપીઠ તરીકે જાણીતું છે આજે ગુરુપૂર્ણિમા પર્વ નિમિતે અંબાજી ધામમાં આવેલા વિવિધ મંદિરોમાં ગુરુને મળવા અને ગુરુના આશીર્વાદ લેવા ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો. ત્યારે અંબાજી થી ૩ કીમી દુર આવેલા ગબ્બર પાસે પહાડોમાં રહેતા ચુંદડીવાળા માતાજીના આશ્રમમા ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ગતરોજ વહેલી સવારથીજ ભક્તોની ભારે ભીડ આ આશ્રમમાં જોવા મળી હતી. લોકો ચુંદડી વાળામાતાજીની જય . ગુરુ પૂર્ણિમાકી જયના નારા લગાવી માતાજીના દર્શન કરવા આવ્યા હતા. અહીં વહેલી સવારથી જ નવચંડી યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બપોરે હવનમાં નારિયળ હોમ્યા બાદ ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. અંબાજી મા આવેલા વાલ્મીકી આશ્રમ મા, હૈડાખંડી આશ્રમ મા, ચામુંડા મંદિર, ખોડી વડલી આશ્રમ, ગણેશ આશ્રમ, ગોપાલદાસજી મહારાજ, ખેમીબાના આશ્રમ,ગબ્બર કાળ ભૈરવ મંદિર અને નવદુર્ગા મંદિર ના આશ્રમ સહીત ગુરુ ધુણી મંદિર પર ગુરુપૂર્ણિમા પર્વની ધામ ધુમથી ઉજવણી કરવામાં આવી હતી. આજે આખા અંબાજી ધામમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. અંબાજી મંદિરમાં પણ સાંજે ચંદ્ર ગ્રહણ હોવાથી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. અંબાજી મંદિર પણ સાંજના ૪ઃ૩૦ બાદ મંદિર બંધ થયું હતું.  જે બુધવારે સવારે ૯ વાગે ખુલશે. આ સાથે ચુંદડી વાળા માતાજીના આશ્રમમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.  લાખો ભક્તો પોતાના ગુરુના આશીર્વાદ લેવા આવી પહોંચ્યા હતા. આમ  શક્તિપીઠ અંબાજીમાં ભારે ધામધૂમથી ગુરુપૂર્ણિમા પર્વ ઉજવાયો હતો.ખેમીબા અને મગન મહારાજના આશ્રમમાં રાકેશ શર્મા અને ભરતભાઈએ ભજન કિર્તન કરી ગુરુ પૂર્ણિમા પર્વ ઉજવ્યો હતો. સવારે આશ્રમ ઉપર ધજા ચડાવીને ગુરુને યાદ કર્યા હતા.


Download Our B K News Today App



Related News