અંબાજીમાં ભાદરવી પૂનમના રોજ ચુંદડીવાળા માતાજીએ આરતી કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-16 12:39:46
  • Views : 728
  • Modified Date : 2019-09-16 12:39:46

શક્તિ ભક્તિ અને
આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત ધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનનું લોકપ્રિય
શક્તિપીઠ અરાવલીના પહાડો પર વસેલું છે. આ ધામમાં ૮ થી ૧૪ ભાદરવી મહાકુંભ પૂર્ણ થયા બાદ આખું અંબાજી ભક્તિ મય બન્યું હતું. અને સાત દિવસ ચાલનારા આ મહા મેળામાં આખા ગુજરાત માથી ૨૦ લાખ જેટલા ભકતો અંબાજી માતાજીના દર્શન કરવા આવ્યા હતા.
બીજી તરફ ભાદરવી મહા મેળા દરમિયાન અંબાજી પાસે આવેલા ગબ્બર પર્વતની વચ્ચે વસતા ચુંદડી વાળા માતાજીનો ભવ્ય આશ્રમ આવેલો છે. આ માતાજીના આશીર્વાદ લેવા ભક્તો દૂર દૂરથી આવે છે. અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કર્યા બાદ ભક્તો ચુંદડી વાળા માતાજીના દર્શન કરવા આવે છે ત્યારે દર વર્ષની જેમ ભાદરવી પૂનમના રોજ રાત્રે ચુંદડી વાળા માતાજી પોતાના આશ્રમથી ચાલતા પગપાળા આવી ગબ્બર ચાલતા જવાના રસ્તાથી પોતાના સેવકો સાથે બોલ મારી અંબે જય જય અંબે ના નાદ સાથે ગબ્બર પર્વતની પરિક્રમા કરી ઉપર ગબ્બર પર્વત ની ટોચ ઉપર આવેલા મંદિર ઉપર આવી ચુંદડીવાળા માતાજી માં અંબાની આરતી કરી પરત પોતાના આશ્રમ પર જાય છે માતાજી ૧૦૦૦ પગથિયાં માત્ર ૧૫ મીનિટમાં પુરા કરે છે અને તેમને થાક પણ લાગતો નથી માતાજી છેલ્લા કેટલાય વર્ષોથી સવારે વહેલા ઊઠી યોગ કરે છે ચુંદડી વાળા માતાજી વર્ષ મા માત્ર એક જ વાર ચાલતા પગપાળા ગબ્બર પર્વતની પરિક્રમા કરે છે. માતાજી ગબ્બર ચાલતા જાય ત્યારે તેવો નવ દુર્ગા મંદિરમાં થોડીવાર બેસી પોતાના સાથી મિત્ર બડે બાપુની ખબર અંતર જરૂર પૂછે છે.

Download Our B K News Today App



Related News