પાટણ ખાતે આંજણા ચૌધરી સમાજનું મહિલા સંમેલન યોજાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-07 11:49:45
  • Views : 470
  • Modified Date : 2019-06-07 11:49:45

પાટણ જિલ્લાના પાટણવાડા  ૨૪ ગામ ચૌધરી સમાજની મહિલાઓનું સંમેલન ગુરુવારે પાટણના આદર્શ હાઇસ્કૂલ ખાતે યોજાયું હતું. જેમાં ગુજરાત રાજ્ય આંજણા મહિલા સંગઠનના પ્રમુખ અવનીબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજી સમાજમાં લગ્ન અને મોત પ્રસંગે ચાલતા ખોટા રીત રીવાજોને તિલાંજલી આપી હતી અને સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે નિર્ધાર કર્યો હતો.પાટણવાડા આંજણા ચૌધરી સમાજનું મહિલા સંમેલન પાટણ આદર્શ હાઇસ્કૂલ ખાતે યોજાયું હતું. જેમાં ગુજરાત રાજ્યના આંજણા સમાજના મહિલા અધ્યક્ષ અવનીબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યું હતું. જેમાં પાટણના ૨૪ ગામોમાંથી મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડી હતી.  આ કાર્યક્રમમાં સમાજમાં જે લગ્ન પ્રસંગ હોય અને ખોટા ખર્ચાઓ થાય છે તેવા ખર્ચાઓ ઉપર કાપ મુકવા તેમજ મોત પ્રસંગે પણ જે ખોટા રીત રીવાજો છે તે દૂર કરવા માટે નક્કી કરવામાં આવ્યુ હતું. અવનીબેન ચૌધરી તેમજ જતનબેન ચૌધરી અને તેમની ટીમ દ્વારા દરેક ગામડે ગામડે ફરીને બહેનો સાથે બેઠક કરીને સમાજમાં થતા ખોટા ખર્ચાઓ બંધ કરવા માટે મહિલા એકતા કરી હતી. તેમજ આ તમામ નિયમોને સમાજમાં પાલન થાય તે માટે મહિલા સંમેલન બોલાવવામાં આવ્યું હતું. આ સંમેલનમાં આ નિયમોને બહાલી આપવામાં આવી હતી. આ પ્રસંગે ખેરાલુના પૂર્વ ધારાસભ્ય રમીલાબેને પણ પોતાની આગવી છટામાં સમાજમાં ચાલતા રીવાજોના ખોટા ખર્ચા બંધ કરવા માટે ખાસ જણાવ્યું હતું. તેમજ દીકરી અને દીકરો એક અમાનત ગણીને દીકરીને ફુલડે વધાવવા માટે પણ આહ્વાન કર્યુ હતુ. તેમજ સાહિત્યકાર ઇશ્વર ચૌધરીએ દીકરીઓને ટકોર કરતા જણાવેલ કે માં બાપે જે તમને મોટા કરવામાં પોતાનું લોહી રેડ્‌યુ છે તે માં બાપને ક્યારેય નીચુ દેખવાના દિવસો આવે તેવુ કામ ક્યારેય ના કરતા. તેમજ  આંજણા મહાસભાના પ્રમુખ વિરજીભાઇ જુડાલ અને શેઠ હરીભાઇ ચૌધરી (ચરાડાવાળા)એ પણ પોતાના શાબ્દીક પ્રવચનો આપ્યા હતા અને સમાજના દીકરા દીકરીઓને ભણવામાં મદદરુપ થવા માટે ખાસ જણાવ્યુ હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ બળવંતભાઇ ચૌધરી, સમુહલગ્ન સમિતિના પ્રમુખ અને પાટણ સહેર સમાજના પ્રમુખ ભગીરથભાઇ કાગ અને તેમની ટીમે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉપાડી હતી. આગામી સમયની સાથે ચાલવા રીવાજો બદલવા જરૂરી છે.આ પ્રસંગે અવનીબેન ચૌધરીએ જણાવેલ કે હાલનો યુગ ફાસ્ટ યુગ છે અને એક તરફ પાણીની સમસ્યા પણ છે. જેથી જે જુના રીત રીવાજો છે અને તેમાં હાલ ખોટા એકબીજાની દેખાદેખીમાં ખર્ચાઓ કરવામાં આવે છે તેના ઉપર રોક લગાવવી જરૂરી છે અને તે રોક આજની આ બહેનો જે શક્તિ છે તેમના હાથમાં છે માટે મહિલાઓ દ્વારા સમાજમાં થતા ખોટા ખર્ચાઓ બંધ થાય અને સમાજ સસક્ત બને તે માટે આ સંમેલન યોજવામાં આવ્યું હતું. તમામ મહિલાઓ મક્કમ બની છે અને તે ચોક્કસ પાર પડશે. 





Download Our B K News Today App



Related News