વાવના ચોથાનેસડા ગામે ઉનાળાની શરૂઆત સાથે જ પીવાના પાણીના ધાંધીયા : તંત્ર નિયમિત પાણી પૂરૂ પાડે તેવી સ્થાનિકોની માંગ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-14 11:11:05
  • Views : 256
  • Modified Date : 2021-05-14 11:11:05

     વાવ તાલુકાના સરહદી વિસ્તારના ગામડાઓમાં ઉનાળાની ૠતુમાં પીવાના પાણીના ધાધિયા જોવા મળતા હોય છે.ભર ઉનાળે સરહદી વિસ્તારમાં 45 ડિગ્રીના તપમાનમાં પીવાના પાણી માટે લોકોને આમતેમ ભટકવું પડે છે જ્યારે ખાસ કરીને વાવના સરહદી પંથકના રણને અડીને આવેલા ચોથાનેસડા,રાછેણા જેવા ગામોમાં ભર ઉનાળે પીવાના પાણીની અછત વર્તાઈ રહી છે.ચોથાનેસડા ગામે છેલ્લા પંદર દિવસથી પીવાનું પાણી પૂરતું મળતું નથી લોકો જણાવી રહ્યા છે કે ઉનાળો આવેને પીવાના પાણીની અછત વર્તાવા લાગે છે એક તરફ હવે સરહદી પંથકમાં સિંચાઈ માટે સરકારે આપેલું  કેનાલનું પણ પાણી બંધ થવાનું હોવાની લોકચર્ચા થઈ રહી છે તયારે રણ વિસ્તારના ગામોને પીવાના પાણીની ગંભીર પરિસ્થિતીઓ ઉભી થવાના આરે છે જયારે ચોથાનેસડા ગામે સ્થાનિકોના કહેવા મુજબ છેલ્લા પંદર દિવસથી પાણી પુરવઠાની લાઇન દ્વારા અપાતું પાણી બિલકુલ પૂરતા પ્રમાણમાં મળતું નથી જેથી જવાબદાર તંત્ર દ્વારા પાણીપૂર્વઠાની લાઇન દ્વારા રેગ્યુલર પાણી પૂરૂ પાડે એવી સ્થાનિકોની માંગ છે.

Download Our B K News Today App



Related News