ભોપાનગરમાં ઘર માલિક બહાર જતા ચોરોએ ચોરી કરી દિવાળી મનાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-26 11:46:54
  • Views : 485
  • Modified Date : 2019-10-26 11:46:54

બનાસકાંઠા જિલ્લાના
વેપારીમથક ડીસા શહેરમાં દિનપ્રતિદિન અસામાજિક તત્વોએ માથું ઉચક્યું હોય તેમ એક પછી એક પ્રવૃત્તિને અંજામ આપી રહ્યા છે.
જોકે આવા અસામાજીક તત્વોને દક્ષિણ પોલીસ પણ ગણતરીના કલાકોમાં ચોરોને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં નિષ્ફળ રહી છે. ત્યારે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં ગતરોજ રાત્રીના સમયે ડીસા પાટણ હાઈવે રોડ પર આવેલ ભોપાનગર મેલડી માતાના મંદિર પાસે છેલ્લાં કેટલાંક વર્ષોથી ગરીબ અને મધ્યમ લોકો છૂટક મજુરી કરી
પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે ગતરોજ કોઈ ચોર ટોળકી પહેલેથી વોચ રાખી ચોરી કરી પલાયન થઇ ગઇ હતી.
ત્યારે ગતરોજ રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ ભોપાનગર વિસ્તાર પાસે મેલડી માતાજીના મંદિરની પાછળ એક ગરીબ પરિવાર દિવાળીની ખરીદી અર્થે બહારગામ ગયા હતા. જોકે ચોરોએ ઘરનો નકુચો તોડી ઘરમાં પડેલી રોકડ રકમ તથા દાગીના લઈ ચોર ટોળકીએ દિવાળી મનાવી હોય તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યુ છે. ત્યારે આ ઘટનાની જાણ ઘરમાલિકને થતા ઘર માલિકે તાત્કાલિક ડીસા દક્ષિણ પોલીસને જાણ કરતા દક્ષિણ પોલીસ પણ તાબડતોબ ઘટનાસ્થળે આવી ડોગ સ્કોડની મદદ લઇ ચોરને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા અને ચોર ટોળકી પણ ગણતરીના દિવસોમાં પકડાય તેવી શક્યતાઓ પણ પોલીસ તરફથી જોવા મળી રહી છે

Download Our B K News Today App



Related News