ડીસાના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ચોરો બન્યા બેફામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-06 12:16:47
  • Views : 375
  • Modified Date : 2020-01-06 12:16:47

બનાસકાંઠા જિલ્લામાં તસ્કરો જાણે ઠંડીનો લાભ લઇ રહ્યા હોય તેમ એક પછી એક ચોરીના બનાવોને અંજામ
આપી રહ્યા છે ત્યારે રવિવારે વહેલી સવારે ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં અજાણ્યા શખ્સો રહેણાંક મકાનમાંથી બે લાખ ઉપરાંતની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક મહિનાથી ચોરોને જાણે ઠંડીમાં મોકળું મેદાન મળી ગયું હોય તેમ એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે છેલ્લાં એક મહિનામાં બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં તસ્કરોને
પોલીસની જાણે ડર ના હોય તેમ એક પછી એક મોટી ચોરીના બનાવોને અંજામ આપી રહ્યા છે ત્યારે ડીસા તાલુકામાં પણ તસ્કરો અવનવા ઉપાયથી ચોરી કરી રહ્યા છે.  ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં ભાડીયાત તરીકે રહેતા દિનેશભાઈ  ધાયણાજી ઠાકોર પોતાના કામકાજ અર્થે પોતાના વતન ચેખલા ખાતે ગયા હતા. ત્યારે ઘરે કોઈ ન હોવાનો લાભ લઇને મોડી રાત્રે તસ્કરોએ દિનેશભાઇના મકાનમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં તિજોરી તોડી અંદર પડેલ ત્રીસ હજાર રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત કુલ બે લાખ
ઉપરાંતની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા. જ્યારે આ બાબતની જાણ સવારે દિનેશભાઇના બાજુના મકાનમાં રહેતા લોકોને તથા તેઓએ તાત્કાલિક દિનેશભાઈને બોલાવ્યા હતા. દિનેશભાઈ આવી અને પોતાના ઘરમાં પ્રવેશી જોયું તો પોતાના ઘરમાં ચોરી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી દિનેશભાઈએ તાત્કાલિક આ બાબતે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી એક પછી એક ચોરીના બનાવો વધી રહ્યા છે. જેના કારણે હવે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.  ડીસાના રેલવે સ્ટેશન વિસ્તારમાં એક જ મહિનામાં  નાની મોટી ચોરીઓ થઈ છે. જેના કારણે આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આ વિસ્તારના લોકોની માંગ છે કે ડીસા નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવે તેથી અવારનવાર નાની-મોટી બધી ઘટનાઓ રોકી શકાય.

Download Our B K News Today App



Related News