ગબ્બર ૫૧ શક્તિપીઠના ત્રણ મંદિરોમાં ચોરીનો પ્રયાસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-03 11:05:56
  • Views : 536
  • Modified Date : 2020-05-03 11:05:56

ગબ્બર ૫૧ શક્તિપીઠના ત્રણ મંદિરોના તાળા તૂટતા મંદિર ટ્રસ્ટમાં હાહાકાર મચી ગયો હતો. પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરવામાં આવી હતી. જો અહી સી.સી.ટી.વી. હોત તો ચોરોને પકડવું આસન થઈ ગયુ હોત.
 સંકુલ નંબર ૧૦ પાસે આવેલા આ ત્રણ મંદિરોના સવારે તાળા તૂટેલા હોઈ અને મંદિર અંદર આવેલી તિજોરી ખુલ્લી હોઈ મહારાજ દ્વારા  ગબ્બર પર્વત તળેટી નીચે આવેલી ઓફિસમાં જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ યોગેશ જોષી  દ્વારા મંદિર ટ્રસ્ટને જાણ કરાઇ હતી અને પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરાઇ હતી. મંદિરમાં રોકડ રકમ ન હોવાથી ચોરોને કંઈ હાથે લાગ્યું ન હતું અને મંદિરનો સામાન વેર વિખેર કરી તસ્કરો ભાગી ગયા હતા.

Download Our B K News Today App



Related News