પાટણના વેરાઇ ચકલા ખાતે થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-30 11:30:39
  • Views : 411
  • Modified Date : 2019-04-30 11:30:39

પાટણની વેરાઇ ચકલા ખાતે આવેલ જે.પી.વંદના પાર્ક નામની દુકાનના તાળા તોડી તેમાંથી ૧પ નંગ જેટલા તાંબાના તારના કટ્ટાઓની ચોરી થવા પામી હતી. જે અંગેની તપાસ પણ એલસીબીને સોંપવામાં આવતાં આ ગુનાનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને જેલના હલાવે કર્યા હતા.પાટણ શહેરના વેરાઇ ચકલા ખાતે આવેલ દુકાનના તાળા તોડી દુકાનમાંથી તાંબાના કટ્ટાઓ ચોરી થવા પામ્યા હતા. જેની અંદાજે કિંમત રૂ.ર.રર લાખની ફરિયાદ રપ એપ્રિલના રોજ નોંધાવા પામી હતી. જેથી આ અંગે પોલીસવડા શોભા ભુતડાએ ચોરીની તપાસ એલસીબીની ટીમને સોંપી હતી. જેથી એલસીબી ટીમના પીએસઆઇ વાય.કે.ઝાલા તથા તેમની ટીમ દ્વારા આ અંગે તપાસ હાથ ધરતાં તે દિવસના રાત્રીના સીસીટીવી કેમેરા આજુબાજુના ચેક કરતા એક બોલેરો ગાડી અવારનવાર આંટા મારતી જોવા મળી હતી. જેથી તેની તપાસ કરતાં બોલેરો ગાડી નં.જીજે-૦૬ બીએ-૭૪૯૭ નંબર મળી આવતાં આ ગાડીની તપાસ કરતાં આ ગાડી મહેસાણા જિલ્લાના ભાકડીયા ગામ ખાતે રહેતા અલોકભાઇ કાળાભાઇ પરમારની હોવાની જાણ થતાં એલસીબીની ટીમ ભાકડીયા પહોંચી હતી અને ત્યાં બોલેરો ગાડી તથા ગાડી માલિક હાજર મળી આવતાં તેની પૂછપરછ કરતાં દિતાસણ ગામના સકાજી છનાજી ઠાકોર બે દિવસ ગાડી પાટણ ખાતે લાવ્યા હતા. જેથી આ બાબતે પોલીસે દિતાસણ ખાતે સકાજી છનાજીના ઘરે પહોંચતાં તે પણ મળી આવ્યા હતા. જેથી પોલીસે બંને ઇસમોને ગાડી સાથે પોલીસ મથકે લાવી સઘન પૂછપરછ કરતાં તેઓએ જણાવેલ કે આ બંને ઇસમોની સાથે ઠાકોર ભેમજી અમરતજી રહે.જેતલપુર તથા ઠાકોર રાજુજી કાન્તિજી રહે. લીંચ, તા.જિ.મહેસાણા તથા ઠાકોર ભદી રહે. ખારીઘારિયાદ, તા.ચાણસ્મા તથા અન્ય એક માણસ બોલેરો ગાડીમાં આવીને દુકાનના તાળા તોડી તાંબાના કટ્ટા બોલેરો ગાડીમાં ભરીને લઇ ગયા હતા અને લીંચ ગામ પાસે એક જીપ ડાલુ બોલાવી તેમાં આ ચોરીનો માલ ભરી કડા ખાતે લઇ ગયા હતા અને ત્યાં એક મારવાડીને વેચાણ આપ્યા હતા તેવી કબૂલાત કરતાં પોલીસે ચોરીમાં વપરાયેલ બોલેરો ગાડી કિંમત રૂ.ર,૦૦,૦૦૦, તાંબાના વાયરના કટ્ટા કિંમત રૂ.ર,૮૮,૦૦૦ તથા રોકડ અને મોબાઇલ કુલ મળી રૂ.ર૯,૧૦૦ આ મુદ્દામાલ કબજે લઇને પરમાર અશોકભાઇ કાળાભાઇ રહે. ભાકડીયા, તા.જિ.મહેસાણા, ઠાકોર શકાજી છગનજી રહે.દિતાસણ, તા.જિ.મહેસાણા, ઠાકોર ભેમાજી અમરતજી રહે.જેતલપુર, તા.જિ.મહેસાણાવાળાને પકડીને પાટણ એ-ડિવિઝન પોલીસના હવાલે કર્યા હતા.  જેની પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.


Download Our B K News Today App



Related News