થરાદ વિસ્તારમાં થયેલ બે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી થરાદ પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-30 11:34:04
  • Views : 390
  • Modified Date : 2020-12-30 11:34:04


બનાસકાંઠા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલનાઓની જિલ્લામાં મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા આપેલ સુચના મુજબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક  પૂજા યાદવ થરાદ તથા થરાદ
પોલીસ સ્ટેશનના પોલીસ
ઇન્સ્પેકટર જે.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ  એચ.ડી.વાઢેર તથા થરાદ હાઇવે ચાર રસ્તા વાહન ચેકીંગમાં હતા. દરમ્યાન
પો.ઇન્સ.સા.ને મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે એક નંબર પ્લેટ વગરની રીક્ષા જે સાંચોર તરફથી ચાર રસ્તા આવી રહેલ છે. જેમા બેઠેલ ત્રણ ઇસમો ઘરફોડીયા હોઇ જે હકિકત આધારે સદરહું રીક્ષાની વોચમાં હતા દરમ્યાન બાતમી હકિકત વાળી રીક્ષા આવતા તેને રોકાવી તેની તપાસ કરતા તેમાથી ઘરફોડ ચોરી કરવામાં વાપરવાના સાધનો જેવા કે કોસ, ટોમી, છરી, મળી આવેલ તેમજ કરીયાણાનો સરસામાન મળી આવતા તેઓની સધન
પુછપરછ કરતા ત્રણેય ઇસમોએ કરીયાણાનો સામાન કરણપુરા ગામેથી કરીયાણાની દુકાનમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત કરતા હોઇ તેમજ વધુ કરીયાણાનો સામાન તેમના ઘરે પડેલ હોવાનુ જણાવતા હોઇ જે તમામ સામાન પંચનામાની વિગતે કબ્જે કરી તેમજ તપાસ દરમ્યાન તેઓએ થરાદમાં સાંચોર હાઇવે માર્કેટ યાર્ડ પાસે આવેલ દુકાનમાંથી લેપટોપની ચોરી કરેલાની પણ કબુલાત કરતા તે મુદ્દામાલ તેમની સાથે ચોરીમાં સામેલ રમેશભાઇ રેવાભાઇ ઠાકોર રહે. ઇઢાટાવાળા પાસે હોવાનુ જણાવતા રમેશભાઇના ઘરેથી લેપટોપ કબ્જે કરી આરોપી (૧) પ્રવિણભાઇ બાજુભાઇ ઠાકોર રહે. ઇઢાટા તા. થરાદ (૨) ભરતભાઇ મુળાભાઇ ઠાકોર રહે. લેડાઉ તા.થરાદ (૩) શૈલેષભાઇ શીવાભાઇ ઠાકોર રહે. દૈયપ તા. વાવ (૪) રમેશભાઇ રેવાભાઇ ઠાકોર તમામ ચારેય આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આમ થરાદ પો.સ્ટે.માં નોધાયેલ બન્ને ઘરફોડ ચોરીનો ગણતરીના દિવસોમા ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રીકવર કરી સરાહનીય કામગીરી કરેલ છે.
રીકવર કરેલ મુદ્દામાલ  કરણપુરા ગામે ગયેલ કરીયાણાનો સરસામાન તથા
પરચુરણ રોકડ રૂપીયા તથા ત્રણ મોબાઇલ મળી કુલ કિ.રૂ.૨૦૯૭૨/- તથા થરાદમાં સાંચોર હાઇવે માર્કેટ યાર્ડ પાસે આવેલ દુકાનમાંથી ચોરાયેલ લેપટોપ તથા કિબોર્ડ કિ.રૂ. ૧૦૩૦૦/- નો અસલ મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

Download Our B K News Today App



Related News