લાખણીના કોટડા ગામે થયેલ ચોરીનો ભેદ ઉકેલતી આગથળા પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-09 11:52:10
  • Views : 586
  • Modified Date : 2020-08-09 11:52:10

લાખણી તાલુકાના કોટડા ગામમાં ઉંમરલાયક અને એકલવાયું જીવન જીવતા
ચંપાબેન ધર્માજી ઠાકોર ઉં.વ.૭૦ જેઓના પતરાવાળા ઘરમાંથી રાત્રીના અંધકારનો લાભ લઈને તસ્કરો પતરા ઊંચા કરીને ઘરમાં રહેલ ચાંદીના તોડા અને રોકડ મળીને ૧૦,૦૦૦ રૂપિયાની ચોરી કરીને ભાગી ગયેલ. જે અંગેની ફરિયાદ આગથળા પોલીસ મથકે નોંધાઇ હતી. ત્યારે આગથળા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.
પી.એન.જાડેજા અને સ્ટાફે સઘન તાપસ કરતા ગણતરીના સમયમાં ચોરીનો ભેદ ઉકેલીને મુદ્દામાલ સાથે (૧) અશોકજી હેદુજી ઠાકોર રહે.કોટડા તા.લાખણી, (૨) મુકેશજી સવશીજી ઠાકોર રહે.કોટડા તા.લાખણી વાળાને ઝડપી લીધા હતા.

Download Our B K News Today App



Related News