ડીસામાં ઘરફોડ ચોરીના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ડીસા દક્ષિણ પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-25 12:08:53
  • Views : 2996
  • Modified Date : 2021-04-25 12:08:53

ડીસા શહેર દક્ષિણ પો.સ્ટે. વિસ્તારમાં બનેલ ઘરફોડ ચોરીના આરોપીને  ગણતરીના કલાકોમાં  તમામ મુદ્દામાલ સાથે  ડીસા શહેર દક્ષિણ
પોલીસે પકડી પાડયો હતો.  પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ બનાસકાંઠાનાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક  ડૉ.કુશલ.આર.ઓઝા  ડીસાનાઓએ જિલ્લામાં મિલકત સંબધી ગુનાઓ શોધી કાઢવા સુચના કરતા વાય.એમ.મિશ્રા પોલીસ ઇન્સ.ડીસા શહેર દક્ષિણ
પો.સ્ટે. ના સીધા માર્ગદર્શન હેઠળ ડીસા શહેર દક્ષિણ  પો.સ્ટે. દાખલ થયેલ  ઇ.પી.કો કલમ -૪૫૭, ૩૮૦ મુજબનો ગુનાનો આરોપીને  ટી.એચ.પરમાર પો.સ.ઇ. ડીસા શહેર તથા પોલીસ સ્ટાફ  રઘુજી અનોપજી, મહમંદમુજીબ અબ્દુલગફાર, મનોજકુમાર શંકરલાલ, વેલાભાઇ હરચંદભાઇ,  નરેન્દ્રકુમાર ખેમજીભાઇ, ડાહ્યાભાઇ માધાભાઇ
પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન ગવાડી તરફ જતા રસ્તામાં એક પેન્ડલ રીક્ષામાં એક ઇસમ ચોરીમાં ગયેલ મુદ્દામાલ ભરી લઇ જઇ રહેલ હોઇ  જેને પકડી પાડી ચોરીમાં ગયેલ મુદ્દામાલ કિં.રૂ ૩૯૮૫૦- નો તથા ગુના કામે વાપરેલ પેન્ડલ રીક્ષા જેની કિં.રૂ ૧૫૦૦- ની  મળી કુલ મુદ્દામાલ કિં.રૂ ૪૧૩૫૦-નો કબજે કરી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

પકડાયેલ મુદ્દામાલ
(૧) સોયાબીન તેલના ડબ્બા ૧૫ કિં.ગ્રા.ના નંગ -૪ એક ડબ્બાની કિં.રૂ-૨૪૫૦- લેખે કુલ ૦૪ ડબ્બા  કિ.રૂ-૯૮૦૦-
(૨) પાર્વતી પામોલીન તેલના ડબ્બા ૧૫ કિ.ગ્રા. નંગ-૨ એક ડબ્બાની કિં.રૂ-૨૧૦૦- લેખે ૨ ડબ્બાનાની  કિં.રૂ-૪૨૦૦
(૩) આશાપુરી સરસો તેલનો ડબ્બો ૧૫ કિં.ગ્રા નંગ -૧ કિં.રૂ-૨૨૨૦-
(૪) સંતુર સાબુ આશરે બાંધા નંગ ૨૦ જેની કિ.રૂ-૮૦૦
(૫) વાઘબકરી ચાના  નાના મોટા પેકેટ આશરે ૧૮ કિં.ગ્રા જેની કિં.રૂ-૭૨૦૦
(૬) સમય ચાના  નાના મોટા પેકેટ આશરે ૨૧ કિં.ગ્રા જેની કિં.રૂ-૬૭૨૦
(૭) મીલી ચા પત્તીના નાના મોટા પેકેટ આશરે ૨૨ પેકેટ કિં.રૂ-૨૬૪૦
(૮) મહેક સીલ્વર પાનમસાલાના પેકેટ નંગ ૩૦ કિં.રૂ-૩૭૫૦
(૯) વિમલ પાન મસાલાના પેકેટ નંગ ૧૮ કિં.રૂ ૨૨૫૦-
(૧૦) ગુના કામે વાપરેલ પેન્ડલ રીક્ષા  જેની કિં.રૂ ૧૫૦૦

પકડાયેલ ઇસમ
(૧) કિશનભાઇ રમણભાઇ દંતાણી (દેવીપુજક) રહે.હરીઓમ સ્કૂલની પાછળ, મુળ રહે. સેક્ટર-૧૪, ગાંધીનગર તા.જી.ગાંધીનગર

Download Our B K News Today App



Related News