ચોરીના બે મોટર સાયકલ સાથે બે આરોપીઓને પકડી પાડતી ગાંધીનગર એલ.સી.બી.-ર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-09 11:42:54
  • Views : 480
  • Modified Date : 2019-12-09 11:42:54

પોલીસ મહાનિરીક્ષકની ગાંધીનગર વિભાગ ગાંધીનગર અને ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સા.નાઓએ આપેલ સુચના મુજબ ગાંધીનગર જિલ્લામાં વાહન ચોરીના બનતા ગુના અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ અસર કારક પેટ્રોલિંગ કરી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ.  જે અન્વયે ક્રાઈમ બ્રાન્ચના અમારા તાબાના પો.સબ ઈન્સ પી.ડી.વાઘેલા, અ.હે.કોન્સ. કિરીટકુમાર જેઠાભાઈ,  કેવલસિંહ અનોપસિંહનાઓ વાહન ચોરીના ગુના બનતા અટકાવવા ગાંધીનગર શહેર વિસ્તારમાં પેટ્રાલિંગમાં હતા. દરમિયાન આ.હે.કોન્સ.કેવલસિંહ અનોપસિંહનાઓને મળેલ ચોક્કસ બાતમી આધારે કુડાસણ સર્વીસ રોડ પર જતા દરમિયાન ચોરીના બજાજ પ્લેટીના મો.સા.નં. જીજે-૧૮-સીએફ-ર૭ર૧ સાથે એક ઈસમને પકડી પાડેલ અને સદરી ઈસમ પાસેથી મળી આવેલ. મો.સા.ઉંઝા પોલીસ સ્ટેશનના ફ.ગુ.ર.નં.૪૯/ર૦૧૭ ઈ.પી.કો.ક ૩૭૯ મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલ હોવાનું જણાઈ આવેલ. તેમજ રાજેન્દ્રસિંહ નેનાજી,  ભવાનસિંહ બાબુજી, રવિન્દ્રસિંહ વનરાજસિંહનાઓ ગાંધીનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન રાજેન્દ્રસિંહ નેનાજી નાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે શાક માર્કેટ રોડ, રાજશ્રી બાજુથી એક ઈસમને ચોરીના હીરો સ્પેલન્ડર પ્લસ મો.સા.નં. જીજે-૦૧-જેએ-૧૦૧૬ સાથે પકડી પાડેલ અને સદરી ઈસમ પાસેથી મળી આવેલ મોટર સાયકલ કડી પોલીસ સ્ટેશનના ફ.ગુ.ર.નં.૧૩૩/ર૦૧૪ ઈ.પી.કો.ક ૩૭૯ મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલ હોવાનું જણાઈ આવેલ. જેથી ઉપરોક્ત જણાવેલ બંને ઈસમો અલગ અલગ પોલીસ સ્ટેશનના ગુન્હાઓમાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે મળી આવેલ હોય બંને મોટર સાયકલ સી.આર.પી.સી.ક. ૧૦ર મુજબ કબજે લઈ બંને ઈસમોને સી.આર.પી.સી.કી. ૪૧ (૧) ડી મુજબ અટક કરી આગળની ઘટીત કાર્યવાહી સારૂ ઈન્ફોસીટી પોલીસ સ્ટેશન તેમજ સેક્ટર - ર૧ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

Download Our B K News Today App



Related News