ડીસાના રામસણ ગામમાં એક રાતમાં ૧૪ જગ્યાએ તસ્કરો ત્રાટક્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-01 14:46:08
  • Views : 405
  • Modified Date : 2020-01-01 14:46:08

ગામની મુખ્ય વીજલાઇન કાપી તસ્કરોએ કરી ચોરી 

 લાખણીડીસા તાલુકાના રામસણ ગામમાં ગતમોડી રાત્રિએ ચોરીની સનસનીખેજ ઘટના સામે આવી છે. ચોરી કરતા પહેલા તસ્કરોએ મુખ્ય વીજલાઇન કાપી આખા ગામમાં અંધારપટ કર્યુ હતુ. આ પછી એકસાથે ૯ મકાન અને ૫ મંદિરના તાળા તોડી અંદાજીત ૧૦ લાખથી વધુ મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા ફફડી ઉઠેલા ગામલોકોએ ચોરીની જાણ આગથળા પોલીસને કરતા પોલીસે તાત્કાલિક દોડી આવી તપાસ હાથ ધરી છે. તસ્કરોની ચોંકાવનારી હરકતથી પંથકમાં ખળભળાટ મચી ગયો છે.બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રામસણ ગામે ગત મોડીરાત્રિએ એકથી વધુ સંખ્યામાં તસ્કરોએ સામુહિક 



Download Our B K News Today App



Related News