કરિયાણાની દુકાન માં મોડી રાત્રે તસ્કરો તટક્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-18 17:56:56
  • Views : 1371
  • Modified Date : 2020-04-18 17:56:56

 લોકડાઉનમાં ચોરી..સમગ્ર દેશમાં લોકડાઉન છે.લોકો પોતાના ધંધા રોજગારથી દુર રહી ઘરે છે.આવા કપરા સમયે બનાસકાંઠામાં કરિયાણાની દુકાન માં મોડી રાત્રે તસ્કરોએ 60 હજાર ઉપરાતનું કરીયાણાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.

 

વૈશ્વિક મહામારી કોરોના વાઈરસ સમગ્ર દેશમાં માં ફેલાયો છે.ત્યારે ભારત દેશમાં કોરોના વધુ ન ફેલાય તેનાભાગ રૂપે લોકડાઉન  જાહેર કરવામાં આવ્યું છે.અને લોકો પોતાના ધંધા રોજગાર થી દુર રહી ઘરે રહી લોકડાઉન નું પાલન કરી રહ્યા છે.ત્યારે આવા કપરા સમયે બનાસકાંઠા જિલ્લામાં આવેલ ડીસા તાલુકા ના ભોંયણ ગામે મોડી રાત્રે તસ્કરો એ આનંદ કરીયાણા ની દુકાન ને નિશાન બનાવી દુકાનમાં પડેલ 60 હજાર ઉપરાતનું કારીયાણુ ચોરી કરી બાજુમાં આવેલ આઇકૃપા સેલ્સ એજન્સી માં લાગેલા કેમેરા પણ તોડી નાખ્યા હતા.તે દુકાન નું શટર તોડી સી સી ટી વી નું ડિવિયાર એલસીડી ની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા.દુકાન માલિક ને ચોરી ની જાણ થતા તાત્કાલિક પોલીસ જાણ કરતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે 

Download Our B K News Today App



Related News